________________
૩૨૨
"
પ્રકરણ ૮ મું.
સત્તા તેને આપવી જોઈએ. બધા ગુનાઓની તપાસ યુરોપિયન અમલદારોને હાથેજ થવી જોઈએ એવી મારી ઇચ્છા નથી એટલું જ નહીં પણ મારી એમ ઇચ્છા છે કે મામલતદારે પણ તે કેટલાક તે પટેલને માથે નાખવા જોઈએ કે જેથી જે સત્તાની મદદ ઉપર આપણા રાજ્યચક્રનો ઘણો આધાર છે તે બની રહે. પટેલની ઉમંગી મદદની મહેસુલના મુખ્યાધિકારીને જરૂર છે તેટલીજ દીવાની ફોજદારી ઈન્સાફ અને પોલિસ ખાતાને પણ જરૂર છે; અને હરેક રીતે તે મદદ સંભાળી રાખવી જોઈએ. તેમની ફરજ કઠણ ન થઈ પડે, અને તેમની લાગવગ વારંવાર ઉપરીઓની દરમિયાનગિરીથી નબળી ન પડી જાય તેને માટે પુરતી સંભાળ રાખવી જોઈએ. તેમની સામે જુલમની ફરિયાદ થાય તે તરતજ સાંભળવી, પણ અમુક રીતભાત ઉપર ધ્યાન ન આપ્યું તેટલા માટે તેમને હેરાન કરવા એ મને ઠીક લાગતું નથી; એટલું જ નહિ પણ નાની ફરિયાદ-જે કંઇપણ પક્ષકારને ગંભીર પ્રકારની શિક્ષા કરવામાં ન આવે તે તેઓ પોતાની રીત પ્રમાણે ચૂકવે એવી છૂટ પણ હું એમને આપું.
કેળવણી
ચોપડીઓ બહુ જૂજ છે, અને સામાન્ય વપરાશની ચોપડીઓની પસંદગી પણ ઠીક નથી; તે પણ હિંદુઓની ભાષામાં વાર્તાઓની એવી ઘણી ચોપડીઓ છે કે જે સામાન્ય રીતે વાંચી શકાય અને સારી નીતિ શીખવી શકે. એ ઉપરાંત તેજ અર્થ વધારે પ્રત્યક્ષ રીતે સાધી શકે તેવી ધાર્મિક ચોપડીઓ પણ જોઈએ. જો આવી પડીઓ છપાઈને સસ્તે ભાવે વેચાય અથવા મફત વહેંચાય તે બેશક બહુ મોટી અને સારી અસર થાય; પણ એટલું અવશ્યનું છે કે તે શુદ્ધ હિંદુ પુસ્તક હોવાં જોઇએ. શકપડતી નીતિના ઉપદેશે આપણે મૂકી દઈએ, ૫ણ ધાર્મિક વિષયમાં વિવાદાસ્પદ વિષયને જરાપણ સમાવેશ કરવામાં આવે છે આખી જના રદ જશે.