________________
३१६
પ્રકરણ ૮ મું.
આર્થિક અને નાણાં સંબંધી, તમારું સ્વાર્થો ઈગ્લેંડના સ્વાર્થને પોષક કરી નાંખવામાં આવ્યા છે એ વાતને ન સ્વીકારવી એ એક પ્રકારનો પ્રમાદ છે. મનુષ્યજાતિએ હજી સુધી એવી કોઈ પણ રાજ્યપદ્ધતિ શોધી કહાડી નથી કે જેમાં આધીને પ્રજાને પિતાના વહીવટમાં યોગ્ય ભાગ-કાંઈક પ્રતિનિધિઓની સગવડ અને કાંઈક સ્વરાજ્ય-આપ્યા વિના એક પર પ્રજા તેને લાભ થાય તેવી રીતે તેના ઉપર રાજ્ય ચલાવી શકે. અને જ્યાં સુધી હિંદુસ્તાનમાં આ નીતિ સ્વીકારાય નહિ ત્યાં સુધી હિંદુસ્તાન ઉપર “હિંદવાનોને લાભ થાય તેવી રીતે રાજ્ય ચલાવવું જોઈએ ' એ શબ્દો વ્યર્થ નહિ તે દૂર મશ્કરી જેવાજ રહેશે.
પ્રકરણ ૮ મું.
મુંબાઈમાં એલિફન્સ્ટન (૧૮૧૭ થી ૧૮ર૭.)
છેલ્લા પેશ્વા બાજીરાવનું રાજ્ય ૧૮૧૭ માં બ્રિટિશ ખાલસા કર્યું, અને વળતા વર્ષમાં તેને પિતાને પણ ઘણી મુશ્કીલી પછી કેદ કર્યો. પછી તેને પેન્શન આપી વાનપ્રસ્થ કર્યો, અને તેનું રાજય તે હાલનો મુંબઈ ઇલાકાને સહુથી વધારે સત્વવાળો ભાગ છે.
આ પ્રદેશની જમાબંધી નક્કી કરવાનું કામ કમ્પનીના એક ઉત્તમત્તમ નોકરના હાથમાં આવ્યું. અગીઆરમાં લોર્ડ એલિફન્ટનના એક પુત્ર માઉન્ટટુઅર્ટ એરિફન્સ્ટન ૧૭૯૬ માં હિંદુસ્તાનમાં આવ્યા અને વિવિધ અનુભવ મેળવ્યા પછી ૧૮૧૧ માં પુનામાં તેમની નિમણુક થઈ. ૧૮૧૮ માં આજીરાવના ખાલસા કરેલા મુલકના કમિશનર તરીકે તેઓ નીમાયા.