________________
બ્રિટિશ હિંદુસ્તાનના આર્થિક ઈતિહાસ.
૨૧
મારવા સુધી ચૂકતા નહિ. મીરકાસમ સાથે લડાઈ થવાનું તાત્કાલિક કારણ આ હતું.”
નવાબ મીર કાસિમે પોતે પણ આ બાબતમાં કમ્પનીને એક સખત પત્ર લખ્યો હતો.
કલકત્તાથી કાસમબઝાર, પટના, ધાકા વિગેરેનાં સર્વ કારખાનામાંથી અંગ્રેજ મુનીમ તથા તેમના ગુમાસ્તા, કામદારો તથા આડતીઆઓ મારા રાજ્યમાં ઉઘરાતદાર, ઇજારદાર, જમીનદાર, અને તાલુકદારની માફક વર્તે છે અને કમ્પનીને વાવટો ચડાવીને મારા અમલદારોને કંઈ સત્તા ભોગવવા દેતા નથી. આ સિવાય આ દરેક ગામમાં, પરગણામાં અને ગામડામાં આ ગુમાસ્તાઓ તેલ મરચાં ઘાસ, વાસી ચોખા,ડાંગર, સોપારી અને બીજી ચીજોને વેપાર કરે છે. અને કમ્પનીના દસ્કત વાળે દરેક માણસ કમ્પની જેટલેજ હક પિતાને છે એમ માને છે.”
મીરકાસમની ફરીયાદ પાયાવાળી હતી, અને કમ્પનીનો પટનાને આડતીઓ મિ. એલિસ પિતાની વર્તણુંકથી નવાબને ખાસ દુશ્મન થ હતો. એકઆમિનિયન વેપારી ઉપર નવાબને માટે થોડાક જવખાર ખરીદવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આથી કપનીના હક્કને નુકશાન પહોંચ્યું મનાયું; અને એલિસે એને પકડાવીને બેઠી ઘાલી કલકત મોકલાવી દીધો. બ્રિટિશ લશ્કરના બે સિપાહીઓ ભાગીને નવાબના રક્ષણ નીચે ઘીરના કિલ્લામાં રહ્યાનું ધારવામાં આવ્યું. એલિસે પિતાના નોકરોને આ કિલ્લાની ઝડતી લેવા મોકલ્યા પણ સિપાહીઓ જડ્યા નહિ. આવી વર્તણુકનું ગેરવાજબીપણું તે વખતે, વૈરન હેસ્ટિંગ્સ જે તે વખતે ગવર્નરની સભાનો એક સભાસદ હો, તે પામી ગયો હતો. અને તેમાંથી કોઈક દહાડે ઉઘાડ હેલ થશે એમ તે માનતો.
* મીરકાસમનો પત્ર તા. ૨૬ મી માર્ચ સને ૧૭૬૨.
.
.