________________
૨૦
પ્રકરણ ૨
. '
નવા નવાબે બર્દવાન ચિતોંગ અને મિદનાપુર એ ત્રણ પરગણાંની ઉપજ કમ્પનીને આપવાનું કબૂલ કર્યું. મીરજાફર પાસે જે શું બાકી હતું તે પણ આપવાનું તેણે સ્વીકાર્યું, અને તે ઉપરાંત દક્ષિણમાં કમ્પનીને લડાઈઓ લડવી પડી તેમાં પોતાના ફાળા તરિકે પાંચ લાખ રૂપીઆ બીજ આપ્યા. ગાદીએ આવ્યા પછી બે વર્ષની અંદર મીરકાસમે આ તમામ દેવું પતાવી દીધું.
પણ વેપારના સંબંધી મુશ્કેલીઓ વધવા માંડી. કમ્પનીના કરો પિતાનો માલ વેરે આપ્યા વિના એક ઠેકાણેથી બીજે ઠેકાણે લઇ જતા, અને
સ્વદેશી વેપારીઓને ભારે ચીલારે આપવો પડત. આથી સ્વદેશી વેપારીઓ પાયમાલ થયા; નવાબની ઉપજને ધકકે પહોં; અને કમ્પનીને નોકરીને અઢળક સમૃદ્ધિ પ્રાપ્ત થઈ.
કલાઇવ પછી ગવર્નર હેવી વેન્સીટાર્ટ આની અનિષ્ટતા સન હતે. તે તેનું નીચે મુજબ વર્ણન આપે છે:– ,
વેપારના સંબંધમાં મીરજાફર પાસે નવા હક માગ્યા ન હતા. કમ્પનીને કંઈ જોઈતા પણ ન હતા. ૧૭૧૬ માં તેમની સાથે જે સરતો કરવામાં આવી હતી તેનાથી તેને સંતોષ હતો અને નવાબે આપખુદીથી જે જવાબદારીઓ તેમના ઉપર નાંખી હોય તેનાથી મુક્ત થવા માગતી હતી. પણ જ્યાં આપણો પ્રભાવ જણાવા લાગ્યો કે તરતજ કમ્પનીના નોકરો અને તેમની દેખરેખ નીચે કામ કરતા બીજા માણસોએ કેટલીક નવી રીતે દાખલ કરી. જે ચીજોનો વેપાર કરવાની પહેલાં મનાઈ હતી તેનો તેઓ વેપાર કરવા લાગ્યા અને નવાબના મુલકના કારભારમાં હાથ ઘાલવા માંડશે.” તેમના પછી મિ. વર્લ્ડ આવ્યા. તેઓ પણ તેજ મતલબનું લખી ગયા છે.
વેર આપ્યા વિના વેપાર ચલાવવામાં આવતું, અને તેને અંગે લોકના ઉપર બેસુમાર જુલમ થતું. અંગ્રેજ ગુમાસ્તાઓ લેકને ત્રાસ આપીને સંતોષ ન માનતાં રાજાની સત્તાને પણ પગતળે ચાંપતા અને જ્યારે નવાબના અધિકારી જુલમ અટકાવવાનાં પગલાં ભરતા ત્યારે તેમજ બાંધીને માર