________________
* બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઈતિહાસ. ૭૦૫ mannammmmmmmm તમામ કાયદાઓનો વિષયવાર ગોઠવણવાળો એક સંગ્રહ કર્યો. આ સંગ્રહમાં ૨૭ નાના મોટા કાયદાઓ છે તેમાં પ્રકરણે પાડેલાં અને કલમે ઘડેલી છે. તે બંગાળાના કાયદા જેવાજ વિષયોના કાયદા છે પણ ફેર એટલે છે કે તેમાં
જદારી કાયદાને સમૂહ આવી જાય છે. આ ઉપરાંત એલફિન્સ્ટને લોકોના પિતાના કાનુનો અને રીતરિવાજોને સંગ્રહ કરાવ્યું. તેણે એક ઠેકાણે લખ્યું છે કે જેને આપણે “હિંદુ શાસ્ત્ર” એ નામ આપીએ છીએ તે માત્ર બ્રાહ્મણોને જ લાગુ પડે છે. દરેક નાતના કાયદા અને રિવાજે જુદા જુદા છે. પ્રત્યેક જ્ઞાતિસમુદાય અને કેમેકેમના કાયદા કાનુને સંગ્રહ કરવાન એલફિન્સ્ટનને ઇરાદે હતો. આ ઇરાદે તેના સ્વભાવને અનુસાર હતું, પણ તેને અમલમાં મૂકવાનું અસંભવિત હતું. અને તે સંગ્રહ અપૂર્ણ રા.
હિંદુસ્તાનમાં ઉત્તમ રાજ્ય પુરુષ ઈગ્લેંડના ઊંચામાં ઊંચા વિચારો અને વિદ્યાના સંબંધમાં હમેશાં રહે છે તેનું એરિફન્સટન એક દષ્ટાન્ત છે. અહીં
જ્યારે કાયદાઓને સંગ્રહ કરાવતો હતો ત્યારે જેરેમિ બેન્યામના પુસ્તકોને તે અભ્યાસ કરતો હતો, તેના સંબંધમાં તે સ્ટ્રેચિને લખે છે કે –
જેરેમિ બેન્જામ સંબંધે તમે જે હેવાલ આપે છે તેથી મને ઘણો આનંદ થયો, અને તેમના સંબંધમાં મટી જીજ્ઞાસા હતી તે આજે તપ્ત થઈ. ખરેખર તે પહેલા વર્ગની બુદ્ધિનો માણસ છે પણ તેની સાથે પહેલા વર્ગની વિલક્ષણતાને પણ તે માણસ છે અને હું ધારું છું કે તેને સિદ્ધાંતો અને તેની રીતભાતમાં આ અસ્થિરતા આવવાનું કારણ જગત સાથે તેનો સંબંધ બહુ અ૯પ છે એ હશે. તેણે મને પિતાનાં પુસ્તક ભેટ મોકલ્યાં તેથી મને ઘણું સારું લાગ્યું હતું. ખરેખર આ માન બીજા ક્યા ગ્રંથકાર પાસેથી મળ્યું હોય તો તેની વધારે કિંમત કરવી તેની મને ખબર નથી. આજ પત્રમાં તે લખે છે કે,
જ્યારે મેં તમને પ્રથમ લખ્યું હતું ત્યારે બંગાળાના કાઉન્સેલરોને
20