________________
૨૮૮
પ્રકરણ ૬ ડું.
વાળા બે દેશોમાં જે દેશ કાચો માલ પુરો પાડે તે હમેશાં તાબામાં રહે અને જે પાકો માલ તૈયાર કરે તે સર્વોપરિ થાય. ઉત્તર અમેરિકાનાં સંસ્થાનમાં ઈગ્લડે આ ધોરણે કામ લેતાં તે સંસ્થાનોમાં એક ઘોડાની નાળ સરખી પણ ચીજ બનવા દીધેલી નહિ, એટલું જ નહિ પણ ત્યાંની એક નાળ પણ ઇંગ્લંડમાં ઉતરવા દીધી નહિ. એવી કેમ આશા રાખી શકાય કે પિતાની ભવિષ્યની મહત્તાના પાયા રૂપ પોતાના માલની બજાર હિંદુઓ જેવા સંખ્યાબંધ, કરકસરીઆ,અનુભવી અને માલ બનાવવાની પ્રાચીન રીતિઓમાં પૂર્ણતા પામેલા લેકના તાબામાં રહેવા દે !
તેથી ઈંગ્લ જે માલ પોતાનાં કારખાનાંમાં બનતો તે-એટલે સુતર અને રેશમનાં કાપડ-હિંદુસ્તાનમાંથી ઇંગ્લેંડ આવતાં બંધ કર્યા. આ બાધ પૂર્ણ અને અચૂક હતો. આ સુંદર અને સસ્ત માલ તેને બીલકુલ જોઈએ નહિ, અને પોતાને હલકો અને વધારે મે માલ વાપરવાનું તેણે પસંદ કર્યું હતું, પરંતુ યુરોપની પ્રજાને હલકી કિંમતે હિંદુસ્તાનને સુંદર માલ પુરો પાડવામાં અને તે સસ્તાપણાને લાભ યુરોપના લોકોને રાજી થઈને આપવામાં તેને હરકત નહતી.
આમ કરવામાં ઈંગ્લડ મૂર્ખાઈ કરતું હતું ? એડસ્મિથ, અને સે, વગે૨ના સિદ્ધાન્ત પ્રમાણે તો બેશક જ. કારણ કે તે પ્રમાણે તો ઈંગ્લંડે જે જોઈએ તે સસ્તામાં સસ્તી બજારમાંથી જ લેવું જોઈતું હતું. પોતાને માટે જે માલ બીજે ઠેકાણેથી સસ્ત મળે તેવા માલના પોતે વધારે પૈસા ખરચવા અને સસ્તાપણાને તમામ લાભ બીજાને આપી દેવા તે મૂર્ખાઈ જ છે.
અમારા સિદ્ધાન્ત પ્રમાણે ઉલટોજ પ્રકાર છે. આ સિદ્ધાન્તને અમેં “પેદાશની સત્તા ” એવું નામ આપીએ છીએ; અને આજ સિદ્ધાન્ત અંગ્રેજ પ્રધાનમંડળે શાસ્ત્રસિદ્ધ કર્યા વિના પણ વ્યવહારમાં હિંદુસ્તાનની સાથેના સંબંધમાં–કાચો માલ ઉતારવા અને કાપડ ચઢાવવું-એ નીતિ સ્વીકારમાંગ્રહણ કર્યા હતા.