________________
૧૮
પ્રકરણ ૧ લું. બેન્કિ પછી સર ચાર્લસ મેટાફ ગવર્નર જનરલ થયા. પછી સને ૧૮૩૬ માં લૈર્ડ ઓકલેન્ડ આવ્યા અને વળતે વર્ષે મહારાણી વિકટોરિયા બ્રિટિશ સામ્રાજ્યના સિંહાસન ઉપર આરૂઢ થયાં.
આપણું દેશમાં આ વર્ષે એક ઐતિહાસિક યુગને અંત અને બીજાનો આવિર્ભાવ સૂચવે છે. ૧૮૩૭ પહેલાં બંગાળા, મદ્રાસ, મુંબઈના ઇલાકાઓ અને ઉત્તર હિંદના સારામાં સારા પ્રદેશે બ્રિટિશન હાથમાં આવી ગયા હતા. હિંદની મહાન્ સિવિલ સર્વિસની સ્થાપના થઈ ચૂકી હતી. ઘણા નિષ્ફળ પ્રયોગ કર્યા પછી દેશની ન્યાયપદ્ધતિ સંતોષકારક પાયા ઉપર મૂકવામાં આવી હતી. જમીનની મહેસુલના ગંભીર અને કઠિન પ્રશ્નનું પણ યોગ્યઅગ્ર સમાધાન થઈ ગયું હતું. દેશમાં સર્વત્ર શાતિ સંપાદન થઈ હતી. કમ્પનીને વેપાર બંધ થશે, અને હિંદના રાજ્યકર્તાજ તરીકે હવે તે ઉભી રહી. ૧૮૧૭માં કલકત્તામાં, અને ૩૪માં મુંબઈમાં, ઇંગ્રેજી પાઠશાળાઓ સ્થપાઈ. સને ૧૮૩૬ માં છાપાનું સ્વાતંત્ર્ય બક્ષવામાં આવ્યું. યુરોપ અને હિંદ વચ્ચે વરાળથી વ્યવહાર શરૂ થયો. ખરચમાં કરકસર કરવામાં આવી. વાર્ષિક ઉપજમાં વધારો જણાવા લાગ્યો. અને સ્વદેશીઓને રાજ્ય વહીવટના કામમાં વધારે કામગિરી આપવામાં આવી. બ્રિટિશ રાજ્યનો હેતુ હિંદના લેકેનું કલ્યાણજ છે, એ ધોરણ, ધોરણ તરીકે તે સ્વીકારાયું. આ ઈચ્છાને પ્રજાએ વધાવી લીધી. તેમનામાં માનસિક જાગ્રતિનો ઉદ્દભવ થયે; અને ઉત્કર્ષ અને અભ્યદયનાં ચિન્હો દેખાવા માંડ્યાં. એટલા માટે આ વર્ષ હિંદના અર્વાચીન ઇતિહાસમાં એક સ્વાભાવિક મુકામનું સ્થાન છે. આ વર્ષ સુધીના આર્થિક ઈતિહાસનું અને વકન કર્યા પછી વિકટોરિયન યુગનું અવલેકના બીજા ભાગમાં કરવાનું ધાર્યું છે.