________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઈતિહાસ.
૧૭
હતું. બેન્ટિન્ક ઓગણીસમા સૈકાની શરૂઆતમાં મદ્રાસનો ગવર્નર હતો, પણ ત્યાં સેનાપ્રકોપ થવાથી તેને પાછો બોલાવી લેવામાં આવ્યો હતો. પછી યુરપના રાજ્યકારભારમાં પડતાં તેણે ૧૮૧૪ માં જનઆ સર કર્યું. ત્યાંનું જુનું રાજ્યબંધારણ ફરીથી સ્થાપ્યું, અને તે વખતે સંયુક્ત ઇટાલિની ભાવના તેનામાં જન્મ પામી. આ પછી દે વર્ષ ચોપન વર્ષની પાકી ઉમ્મરે તે હિંદુસ્તાનના ગવર્નર જનરલ તરીકે હિંદમાં આવ્યો.
મને એ બતાવેલા કાયદાઓ મદ્રાસમાં પસાર થયા હતા, જેથી દીવાની ન્યાય વાસ્તવિક રીતે સ્વદેશી ન્યાયાધીશોને સોંપવામાં આવ્યો. એરિફન્સ્ટને મુંબઈમાં આજ સુધારો દાખલ કર્યો હતો. બેન્ટિકે પણ બંગાળામાં દીવાની ઇન્સાફ દેશ ન્યાયાધીશોને સોંપ્યો. તેમના પગાર અને અધિકાર ઉદાર બુદ્ધિથી નિર્માણ કર્યા અને મહેસુલના કામમાં યુરોપીયન અધિકારીઓને મદદ કરવા સ્વદેશી મદદનીશ મહેસુલાતી અધિકારીઓની યોજના કરી. સ્વદેશીઓને આ પ્રમાણે વહીવટમાં વધારે ભાગ આપવાથી લંડ વિલ્યમ બેટિક દર વર્ષે દસ લાખ પાઉંડની ખોટને બદલે વીસ લાખ પાઉંડને વધારો બતાવી શક્યો. ૧૮૩૩ માં સુધરેલા પાયા ઉપર ઉત્તર હિંદુસ્તાનમાં મહાલવારી બંદોબસ્ત કરવાની શરૂઆત થઈ, અને મુંબઈમાં ૧૮૩૫ માં રૈયતવારી બંદોબસ્ત કરવાનું શરૂ થયું.
સને ૧૮૩૩ માં ઈસ્ટ ઈડ્યિા કમ્પનીને પટે ફરીથી તાજો થયો. આ વખતે તેમને વેપાર કરવાની બંધી કરી અને ફક્ત રાજ્યનો વહીવટ કરવાનિજ સત્તા આપવામાં આવી; અને આની સાથે એવી સરત કરવામાં આવી કે –
માત્ર ધર્મ, જન્મભૂમિ, વંશ, વર્ણ કે તેમાંના ગમે તે કોઈ કારણથી હિંદ સ્વદેશી કોઈપણ જગા, હદે કે કામગિરી માટે યોગ્ય ગણવામાં આવશે નહિ.”