________________
બ્રિટિશ હિંદુસ્તાનના આર્થિક ઇતિહાસ.
२७७
આ ઉપરથી મુલકી ઉપજની સરાસરી વાર્ષિક બે કરોડ પાઉન્ડની આવે છે. આ મુલકી ઉપજમાંથી વિલાયતનું ખર્ચ સરાસરી ૧૬૯૩૪૭ર સાળ લાખ તાણુ` હજાર ચારસે મ્હોતેર પાઉન્ડનું આવે છે; અને કુલ મુલકી ઉપજ અને મુલકી ખર્ચના હિસાબમાં £ ૧૨૨૭૩૪૩ પાઉન્ડને તા દેખાય છે. પંદર વર્ષના આ અરસામાં મુલકી કરજ ત્રણ કરોડથી વધીને સુડતાળીસ કરોડ થયું છે. નીચેના કાઠાના આંકડા ઉપરથી તે કરજના વધારાની ગતિ સમજાઈ જશે.
£
સ. ૧૭૯૨
૧૮૦૯
૧૮૧૪
૧૮૨૯
',
,,
..
,,
..
૯૧૪૨૭૨૦
૩૦૮૧૨૪૪૧
૩૦૯૧૯૬૨૦
૪૭૨૫૫૩૯૪
વેસલી અને હેસ્ટિંગ્સની યુદ્ધપ્રધાન કાર્કીર્દિમાં કરજ ધણું થયલું છે. વેપારી ઉપજના વધારા હિંદુસ્તાનનું અને બીજું દસ્તાવેજી કરજ આપવામાં વાપરવાને હતા. પણ આ નક્ા જે પ્રથમ દશ લાખ પાઉન્ડ સુધી પહાંચતા હતા તે જેમ જેમ કમ્પનીને મુલક વધતા ગયા તેમ એછે થતા ગયા અને આખરે ૧૯૨૮-૩૦ માં ૩૦૦૦ થી ૪૨૦૦ પાઉન્ડ જેટલા થઇ ગયા હતા. ૧૮૨૪ પછી કમ્પની હિંદુસ્તાન તરફ્ માલ ચઢાવતી બંધ થઈ હતી. માત્ર લશ્કરી અને રાજ્યનીતિના સંબધમાંને ક ંઇક સામાન ચઢાવતી. હિંદુસ્તાનના વેપાર બંધ કરવાનું કારણ એ હતુ` કે ત્યાંથી કાંઇ બદલામાં લે એવી ચીજ મળી શકતી ન હતી. હિંદુસ્તાનના ઉદ્યાગેા નષ્ટ થયા હતા, અને હિંદુસ્તાનમાં કાચુ રેશમ, કાંઇક રેશમી કાપડ અને ગળા સિવાય બીજી કષ્ટજ વિલાયત ચઢી શકે તેવું ન હતું. ગળીની ખરિદી કલકત્તામાંથી થતી, રેશમ વગેરે પોતાનાં કારખાનામાં તૈયાર થતું હતુ; અને રેશમી કાપડ સાળવી લેાકેા પાસેથી અગાઉ નાણાં ભરીને તૈયાર કરાવાતા હતા. હિંદુસ્તાનની ખાંડ પણ વિલાયત તરફ્ ચઢતી બંધ થઇ હતી, આમ ક્રમે ક્રમે ઉતરતા