________________
२१४
-
પ્રકરણ ૬ હું.
આ વધતો જતો વેપાર ઇસ્ટ ઇન્ડિયા કમ્પનીના હાથમાં રહેવું જોઈએ કે ખાનગી વેપારીઓના હાથમાં, તેની તજવીજ કરવા લાગ્યા. પણ આ વધારાથી હિંદુસ્તાનના ઉદ્યમો નાશ થાય છે કે નહિ, અને ઉધમ નકે હિંદુસ્તાનને મળતું બંધ થાય છે કે નહિ તેની તજવીજ કરવાની કોઈને ચિંતા ન હતી. હિંદુસ્તાનના લોકોના આર્થિક કલ્યાણને માટે હિંદુસ્તાનનો સાળોને ઉદ્યોગ સજીવન થવાનો સંભવ છે કે નહિ તેની તજવીજ કરવાની કોઈને ઈચ્છા ન હતી.
અનાજ. હિંદુસ્તાનના ખેડુતે અજ્ઞાન અને કાળજી વિનાના છે એ ભ્રમ ઇંગ્લ. ડમાં હમેશાં ચાલે છે, પણ જે અંગ્રેજોએ ખેતીને અભ્યાસ કર્યો છે તેમણે એ
ટો વિચાર ખસેડવાને હમેશાં યત્ન કર્યો છે. ડા. વંલિક જે કલકત્તાની વનસ્પતિ શાળાના ઈસ્ટ ઈન્ડિયા કમ્પનીના સુપ્રીન્ટેન્ડેન્ટ હતા, તેઓ કોમન્સની કમિટિ રૂબરૂ નીચે પ્રમાણે કહે છે.
હિંદુસ્તાનની ખેતીના સંબધ ઘણે અંશે ગેરસમજુતી થાય છે. બંગાળની ખેતી જે કે ઘણી સાદી અને જુની છે તે પણ લોકો ધારે છે તેટલી હલકી નથી, અને મને ઘણીવાર અનુભવ થયો છે કે અકસ્માત ફેરફાર કરવાથી તેમાં કાંઈ ફાયદા થયા નથી. બંગાળામાં યુરોપનાં લોખંડનાં હળ દાખલ કરવાનો પ્રયોગ મેં જોયા છે. હેતુ તો એ હતો કે સાધારણ બંગાળી હળથી ભૂમિ બહુ ઉપર ઉપરથીજ ખેડાતી અને કંટાળો ઉપજતો તેને બદલે જલદી અને ઊંડી ખેડ કરવી. પણ પરિણામ શું આવ્યું ? જમીન અત્યંત આછી હોવાથી ખેડ કરતાં નીચેની હલકી જમીન સાથે ભેળસેળ થઈ ગઈ અને ઉલટો વળ ઉતરી ગયે. બેશક હિંદુસ્તાનની ખેતીમાં ઘણા સુધારા થઈ શકે એમ છે, પરંતુ સામાન્ય રીતે મનાય છે તેટલો બધો સુધારો કરવા જેવું નથી. દાખલા તરીકે ડાંગરને પાક. આપણે એક હજાર વર્ષ પર્યત રહીએ તોપણ ધારું છું કે તેમાં આપણાથી કંઇ સુધારો થઈ શકશે નહિ.