________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઈતિહાસ.
૨૬૩
લીજ હતી પણ તે ફ્રાન્સ ઇટાલી કે હિંદુસ્તાનના રેશમ જેટલું મજબુત ને હતું. તેમજ ઈટાલીના રેશમ કરતાં તે જાતમાં પણ બહુ હલકું હતું; કારણ કે લેકે જાત કરતાં જથા ઉપર વધારે નજર રાખતા; અને ઈટાલી અને ફ્રાન્સ જેટલી કાળજી રાખતા નહીં, તેથી બંગાળાનું રેશમ વધારે અસ્વચ્છ, ગાંઠ વાળું અને વચમાંવચમાં તુટેલું આવતું.
ઉપરથી બંગાળાના રેશમના ઉદ્યોગમાં કમ્પનીના સિતેર વર્ષમાં અસલમાં શો ફેરફાર થયે હતું તે જણાઈ આવશે. સ્વતંત્ર વેપારીઓને હાથ માલ બનાવરાવવા તરફ દીલસોજી ન હતી, એટલું જ નહિ પણ તેમને કેટલીક વાર પ્રત્યક્ષ રીતે અને કેટલીકવાર કમ્પનીના આરતીઆની લાગવગથી સ્પષ્ટ પ્રતિબંધ કરવામાં આવતો. કાપડ વણવાનું તો તદન બંધ પડી ગયું હતું. જે લેકે પિતાની મુડી ઉપર કામ કરતા, અને પોતાની હાથની મહેનતથી પોતાનાજ ગામમાં અને પોતાના જ ઘરમાં માલ બનાવતા અને નફો લેતા, તેઓ હવે કમ્પનીના આશ્રિત થઈ રહ્યા. તેઓ હવે તેમને રૂ અને રેશમ આપે, અને આરતીઆ મુકરર કરે તે કિંમત લે. રાજકીય સ્વતંત્રતાની સાથે તેમની આર્થિક સ્વતંત્રતા પણ નષ્ટ થઈ, અને જે માલ પેદા કરવાનું તેમને કહેવામાં આવે તેની તેમને કિંમત અને મજુરી મળે. હજારો માણસે કમ્પનીના કારખાનાવાળાઓ ઉપર રોનો આધાર રાખીને બેસતા થયા, કારણ કે જગતની બજારે માટે પોતાની જવાબદારી ઉપર માલ બનાવતા તેઓ અટકથા કારખાનાવાળાઓને કાચા માલને ખપ હતે. લેક કા માલ પૂરો પાડવા લાગ્યા, તેથી તેમની પ્રાચીન કુશળતા તેઓ ભૂલી ગયા, અને માલ પેદા કરવાનો નફો ખોઈ બેઠા. ઇંગ્લેંડનું પ્રજાસત યુરોપ અને હિંદના વચ્ચે વેપારનો વધારો થતાં તેની નેંધ લે, કાચા માલ ત્યાંથી વધારે ચઢે, અને તૈયાર માલ ત્યાં ઉતરે; અને તેમાં હિંદની આબાદી થાય છે એવી દલીલો કરે. અમીરો અને આમની સભાન ર દૂર