________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઇતિહાસ
૨૬૧.
રેશમ,
રેશમનો કીડો બંગાળામાંજ હતો.ઉત્તર હિંદુસ્તાનમાં તે ઉછરે ન હતા. અને મુંબઈની ભૂમિ મલબેરીને માટે નાલાયક હતી. કમ્પની માટે વેપારી આરતી આ ખરીદી કરતા. તેઓ અગાઉથી નાણાં આપીને કોશેટા ઉછેરવાવાળા પાસેથી ખરીદી કરતા. કમ્પનીને બાર કાઠીઓ અને સંખ્યાબંધ કારખાનાં હતાં પણ રેશમ વટવા સિવાય બીજુ તેઓ કરતા નહીં. કેટલાંક કારખાનામાં પટણી રેશમમાંથી કંઈ કાપડ બનાવતા. ઝીણું રેશમની કારીગરી ઘણી ઘટી ગઇ હતી અને ઈગ્રેજી રેશમ ઉતારવામાં આવતું.
ઘણા યુરેપિયન લેકોને પણ કારખાનાં હતાં, પણ તે કમ્પનીનાં કારખનાં જેટલાં મેટાં ન હતાં; અને બજાર કમ્પનીના જ હાથમાં હતું. હિંદુસ્તાનનું રેશમ ટુંકા તાંતણાનું અને અસ્વચ્છ હતું. હિંદનું ઉત્તમ રેશમ ઉત્તમ ઈટાલિયન રેશમ જેટલી ઉંચી કીંમતે વેચાતું, પણ ઘણે ભાગે હિંદી રેશમ ઉતરતા વડનું હતું. વેપાર બધા કમ્પનીના હાથમાં હતો અને કમ્પની ઉંચું રેશમ બનાવવા માટે જોઇતી દેખરેખ રાખી શકતી ન હતી. પરદેશ ચઢાવવા માટે હિંદી રેશમની ખરીદી થતી નહીં તે માટે ચીનનું રેશમ પસંદ કરવામાં આવતું,
હિંદુસ્તાનમાં ત્રણ જાતનાં માબેરી થતાં. યુરોપવાળો ઘેળો, ચીનવાળો ઘેરે જાંબુડા રંગનો, અને હિંદુસ્તાનને ખાસ. કીડા પણ બે જાતના સ્વદેશી અને ઈટાલી અને ચીનથી વર્ષો વર્ષ લાવવામાં આવતા તે. પરદેશી કીડા ઉંચું રેશમ બનાવતા. મલબેરીની ખેતી અને કોશેટાની બનાવટ લોકોના હાથમાં હતી. કમ્પની તેમને નાણાં ધીરે અને રેશમ કે કાશેટા હાથમાં આવે તે પછી તેની કિંમત મુકરર થાય. કમ્પનીના આરતીઆને જેટલો માલ મોકલે તેને ઉપર સેંકડે રા ટકા દલાલી મળતી અને પિતાને હિસાબે પણ તેઓને ખરીદી કરવા દેવાતી. તેઓ રેશમના સારા પરીક્ષક (પારેખ) ન હતા. બંગાળાનું કાચું રેશમ વડમાં ઉતરી ગયું હતું પણ તેને જ વધારે ચઢત હતો, કારણ