________________
૨૬
પ્રકરણ ૬ ઠું.
રાય છે, અને ઝીણું કાપડ માટે મિશ્રણ કરવામાં પણ તે કામ આવે છે. હિંદુસ્તાનમાં કપાસમાં સુધારો કરવાના પ્રયત્નો સફળ નીવડ્યા નથી. કેટલેક ઠેકાણે ઉલટું રૂ ઉતરી જાય છે. કેટલેક ઠેકાણે રોપાઓજ બરાબર ઉગી આવતા નથી. કપાસ હિંદનાજ લેકો વાવે છે, ત્યાંથી મુંબઈ આવે છે, અને યુરોપિયને ખરીદે છે. યુરોપિયનના હાથમાં કપાસની જમીન નથી, તેમ તેની ખેતીમાં તેમનો ભાગ પણ નથી. કપાસ સાફ કરવાનો યંત્ર એક નાનું હાથ-જીન છે, અને તે પરાપૂર્વથી વપરાતું આવે છે. તેની કીંમત ૬ પેન્સ છે, તે હાથથી ચાલે છે, કંઈ બળ જોઈતું નથી અને સફાઈ વિના રૂ સાફ કરે છે. ઇસ્ટ ઇન્ડિયા કંપનીની રૂની ખરીદી ઘણું કરીને ત્રિનેવેલી આ ગળ તેમના આરતીઆ લેકે કરે છે. ૧૮૨૩ માં ૨૫૦ રતલના ૮૦૦૦ ઘાકડાં ખરીદાયાં હતાં અને તે બધાં ચીન મોકલ્યાં હતાં. બંગાળા યુરોપિયનોને કપાસ, ઉગાડવા લાયક છે, પણ ડાકા આગળ ઉંચુ કપાસ દેશીઓજ ઉગાડે છે. ઉત્તમ કપાસ ગુજરાત અને કચ્છમાં થાય છે. હિંદનું રૂ પ્રથમ ઇંગ્લંડમાં ૧૭૦ માં ગયું, અને અમેરિકાનું ૧૭૯૧ માં. ૧૮૨૭ માં હિંદુસ્તાનમાંથી અડસઠ લાખ રતલ રૂઈંગ્લેંડ ગયું હતું. તેની કિંમત દસ લાખ પાઉંડ જેટલી હતી. તે વખતે અમેરિકન રૂ ૨૯૪ બે કરોડ ચોરાણું લાખ રતલ હતું. કલકત્તામાં એક રૂની કાંતવાની ગીરની ઉભી થઈ હતી.
કમ્પનીનું રૂ મુંબઈ અને બંગાળામાંથી નિકાસ થતું. મદ્રાસમાંથી પણ જ્યાં સુધી કારખાનાં રહ્યાં ત્યાં સુધી ચઢાવાતું. દેશમાંથી મછવામાં કપાસ કલ કરે લઈ જવામાં આવતા હતા. મછવા ઉપર કંઈ રક્ષણ ન હતું. અને વખતે ચાર પાંચ મહીના સુધી તેમાં પડી રહેતું. પછી તેની ગાંસડીઓ બંધાતી અને ઈગ્લડ મોકલવામાં આવતું. આ સ્થિતિમાં આવતું રૂ સારી સ્થિતિમાં ઈંગ્લ. ડમાં નજ પહોંચી શકે. .