________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઇતિહાસ,
૨૫૭
૧૮૧૩ ની તજવીજથી હિંદુસ્તાનને કંઈ પણ ફાયદો થયો નહિ. પ્રતિબંધક જકાતો ઓછી થઈ નહિ. કમ્પનીની ખરીદી બંધ થઈ નહિ, ઉલટું આખી સભાની કમિટિએ એ મંજુર કરી.
“ ઉપરની ઉપજમાંથી ખરચ બાદ કરતાં કાંઈ વધે તે કમ્પનીએ ખરી ! દીમાં, ખરીદી સારૂ નાણાં મોકલવામાં, હિંદુસ્તાનમાંનું કરજ કમી કરવામાં, અથવા કમિશનરોની સભાની પસંદગી સાથે ડિરેકટરોની સભા જે રીતે વખતો વખત હુકમ કરે તે પ્રમાણે વાપરવું.”
હોરેસ વિસન લખે છે કે ૧૮૧૩ ની તજવીજ દરમિયાન હિંદુસ્તાનના હિતને માટે ચિંતાના શબ્દો પુષ્કળ વપરાયા હતા; પણ જે પક્ષે આ ચર્ચામાં ભાગ લીધો તેની મોટી સંખ્યા ભારતવર્ષની પ્રજાના કલ્યાણ માટે કોઈપણ પ્રકારના સ્વાર્થ વિના પ્રવૃત્ત થઈ હતી એમ કહેવું મુશકીલ છે. સંયુકત રાજ્યના વેપારીઓ અને કારખાનાવાળાઓની માત્ર પોતાનાજ નફા ઉપર નજર હતી.
૧૮૧૩ ની પાર્લમેન્ટની તજવીજ ખરો હેતુ ઈંગ્લંડનાં કારખાનાંવાળાના હિતની વૃદ્ધિ કરવાને હતે. નેપોલિયન બોનાપાર્ટ યુરોપ ખંડના બંદરોમાંથી બ્રિટીશ માલ બાતલ કર્યો હતો, ઇંગ્લંડના વેપારીઓ અને કારખાનાવાળાઓ ભારે મુશ્કેલીમાં આવી પડ્યા હતા જ્યાં સુધી ઇંગ્લંડના માલને માટે નવી બજાર શોધી ન કઢાય ત્યાં સુધી તે દેશ ઉપર મોટી આફત આવી પડવાનો સંભવ હતો. આ સ્થિતિમાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીના અનન્યાધિકાર સામે અંગ્રેજ પ્રજાનો મોટો પોકાર ઉભો થયો, અને ૧૮૧૩ માં જ્યારે તેમનો પટો તાજો કર્યો ત્યારે કમ્પનીનો અનન્યાધિકાર રદ કર્યો. આ પ્રમાણે બ્રિટિશ વેપારીઓને ભારતવર્ષના મોટા ખેતરમાં છૂટથી
હાલવાનો પ્રસંગ પ્રાપ્ત થયો. હિંદુસ્તાનના માલના સંબંધમાં તેઓ બહુ ચિંતા રાખે તે મનુષ્ય સ્વભાવ જોતાં બની શકે તેવું જ ન હતું.
17