________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઇતિહાસ.
૧૯
બધી ના કાંતવાને બંધ કરતી. ૧૬૦૦૦ સ્ત્રીઓ કાંતવાનું કામ કરતી, અને દરેક સ્ત્રીની ચોખ્ખી પેદાશ (કપાસની કિંમત બાદ કરતાં) રૂ. ૪-૮-૦ સરેરાસ થતી. આ ઉપજ કુટુંબની આવકમાં ઉમેરાતી.
માત્ર રેશમ વણવાનું કામ કોઈ કરતું નહિ. ભાગલપુરની આસપાસમાં રેશમ અને સૂતરના મિશ્રણનું રાસાર કાપડ બનતું. તેમાં ૩૨૭૫ શાળો કામે લાગેલી હતી. “બાફતા અને નમુના” નામથી ઓળખતા કાપડ માટે કમ્પનીના આરતીઆઓ બારે મહિને રૂ. ૧૦૦૦૦ દશ હજાર અગાઉથી આપતા, મિશ્રણના ધંધામાં રોકાયેલા વણકરની વાર્ષિક પેદાશ માથા દીઠ રૂ. ૪૬ થતી. આ સિવાય સ્ત્રીઓની પેદાશ જૂદી,
સૂતરાઉ કાપડ વણવાને ૭૭૯ શાળા હતી. ૧ શાળ દીઠ રૂ. ૨૦ થી ૪૦ ની ઉપજ થતી હતી. બીજી ગણત્રીએ આ ધંધામાં એક સ્ત્રી પુરૂષની ઉપજ રૂ. ૩૨-૦-૦ જેટલી આવતી. સુતરાઉ શતરંજીઓ, કિનારીઓ, તંબુનાં દેરડાં, છીંટ અને કામળીઆ જીલ્લામાં બનતી હતી.
આ જીલ્લાના બીજા ધંધા નીચે પ્રમાણે જાડા કાચની બંગડીઓ, ચામડું કેળવવાનું, લખંડ કામ, સુતાર કામ, કુંભાર કામ, પથ્થર કાપવાનું, કામ, સોના રૂપાન કામ અને કલઇનું કામ. યુરોપિયન ખેતીવાળા ગળી વાવવાને બંધ કરતા; પેદા થતું તે બધું કમ્પની ખરીદી લેતી.
બંગાળા કરતાં બજારની રીત અહીં ઓછી જોવામાં આવે છે. લેકે દુકાનદારો અને વેપારી સાથે સીધે વહેવાર કરતા, સોનું તે તદન અદશ્ય થઈ ગયું હતું. કલકત્તાના કળદાર રૂપિયાનું સાધારણ ચલણ હતું, અને જૂદી જૂદી જાતના તાંબાના સિક્કા પણ વપરાતા. “આ દેશના દક્ષિણના પશ્ચિમ ભાગમાં 'સિક્કા ક્વચિત્ જોવામાં આવે છે, અને ઘણું ખરો વેપાર માલના અદલા બદલાથી જ ચાલે છે.”
આ છલામાં નદીથી બહુ માલ આવજા કરતો નથી. મેં ધીરથી