________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઈતિહાસ.
૨૦૩
૨. “ જેના ધ્યાન ઉપર આ નીચેની હકીકત મૂકવાની છે તેને અપ્રિય લાગે તેવી હકીકત અને તેવા અભિપ્રાય લખતાં મને બહુ દુઃખ થાય છે. પણ મને ખાત્રી છે કે માનવંતી અધ્યક્ષસભા ભારા હેતુને ગેરઇન્સાફ નહિ કરે. જે હું છુટો છું એ મારે મત હેત તે જે કામમાં હું ગુંથાયો છું તે મૂકી દેત. પણ મારા વિચારો બતાવવાની મને અસાધારણ જરૂર જણાયાથીજ હું તે દફતર ઉપર મૂકું છું. . - “હું એમ બતાવવા ધારું છું કે દેશની ખેતી સંબંધી સ્થિતિમાં સુધારો કરવાથી અને ખાસ કરીને જાહેર સાધન સંપત્તિનો કઈ અસાધારણ ભોગ આપ્યા સિવાય બ્રિટિશના નામની અને સત્તાની સાથે લેકે અનુરાગ સુદઢ કરવાથી, અચળ જમાબન્દીનો પ્રબંધ બ્રિટિશ સરકારનાં શુભનું જ પિષણ કરે છે. મને ખાત્રી છે કે જમીનના માલિકો પોતાના પરગણામાં અથવા મઝામાં અથવા કોઈ કટકામાં ખેડવાણ જમીનની સાથે જે ફુલગુંથણીયા પડતર જમીનો પડી હશે તેનો સુધારો કરીને પોતાનાં ગુજરાનનાં સાધનોનો. વધારો કરીને સંતોષ માનશે અને બાકીની બધી જમીન બેશક કાયદાથી જ સરકારને સ્વાધીન રહેશે. - “ બીજી તરફથી સરકારે જમીનમાંથી નીચોવીને મહેસુલ લેવી તે હું ડાહ્યું, ઈન્સારી અને નીતિસર માનતો નથી. હું માનું છું કે સામાન્ય રીતે બોલતાં હાલ જે આકાર કર્યા છે તે ખેડુત વર્ગ જમીનના ધીમે ધીમે સુધારા કરી શકવાની સાથે જેટલું આપી સકે તેટલા ઊંચા તે છેજ.
હવે હું આ વિષય છોડું છું. ઘણું કરીને હંમેશને માટે દેશની આંતર શાન્તિ અને સુવ્યવસ્થા તરફ મેં કાંઈ પણ કર્યું છે. મેં મારી શક્તિ પ્રમાણે દિવાની ફરજદારી ન્યાયના વંહિવટના સંબંધમાં અને તેમાં સુધારા કરવામાં મહેનત કરી છે, અને રાજ્ય વહીવટમાં મને જે ભાગ સોંપેલો છે, તેનાથી રાજ્યકેશને સામાન્ય રીતે કંઈ નુકશાન નથી થયું તે જોઈને મને અભિમાન સાથે સતેષ થાય છે. આટલું જોકે ઘણું છે તે પણ અધિકાર છોડ્યા