________________
બ્રિટિશ હિંદુસ્તાનને
એમને યોગ્ય લાગ્યું નહીં. ૧૮૦૩ અને ૧૮૦૫ માં આપેલા વચનેમાંથી નીકળી જવાની એક યુક્તિ તેમણે ઘડી કહાડી હતી. તેઓ લખે છે કે –
અભંગ કબજે અને સરકાર હક વખતસર આપી દે એ જમીનદારોને ત્રણ વરસના પટા વખતે સરકારે આપેલાં વચનોની ‘સર’ હતી. એક વધારે અગત્યની સરત એ હતી કે દરમિયાનમાં જમીન એવા સુધારાની સ્થિતિ ઉપર લાવવી જોઈએ કે આપણા હકની મર્યાદા બાંધવી યોગ્ય ગણાય. ૧૮૦૩ અને ૧૮૫ ના ધારાઓમાં આ સુધારાની હદ મુકરર કરેલી નહતી. અને ખરેખર કોઇપણ, ભવિષ્યમાં અમલમાં મૂકવાના, ધારામાં મુકરર કરી શકાય પણ નહિ. આ સવાલ ભવિષ્યનો ગણ સરકારના ભવિષ્યના નિર્ણય ઉપરજ પૂર્ણ રીતે મૂકવામાં આવ્યો હતો, તેમજ આ ધારાઓમાં એવું કાંઈ નથી કે જેથી સરકારના નિર્ણયને કંઈ પણ પ્રતિબંધ પહોચી શકે અથવા પહોચ જોઈએ.
જે આ દલીલ શુદબુદ્ધિથી અને પ્રમાણિકતાથી કરવામાં આવી હતી તે કેટલીક આગળ વધેલી જાગીરોમાં “અચળ જમાબંદી થઈ જાત; અને કેટલીકને માટે વિલંબ કરવામાં આવત. પણ આ દલીલ આપેલું વચન તેડવાની એક યુક્તિ માત્રજ હતી. અને વચન તૂટયું. ૧૮૧૩ માં કોઈ પણ જાગીરની જમાદી “અચળ થઈ નહિ. અને તે પછી હજીસુધી પણ થઈ નથી. | લેર્ડ મિન્ટો પછી લૈર્ડ મેયરા (પાછળથી માર્વેસ ઓફ હેસ્ટિંગ્સ) હિંદુસ્તાનનો ગવર્નર જનરલ થશે. તેની કારકીર્દિમાં નેપાલની લડાઈ, પિંડારીની લડાઈ અને છેવટે છેલ્લી મરાઠા લડાઈ જેના પરિણામમાં ૧૮૧૭ માં મુંબઈ ઇલાકે ખાલસા થશે તે પ્રસિદ્ધ બીના છે. આ બનાવા ઉપર ધ્યાન આપવાની જરૂર હેવાથી ઑર્ડ હેસ્ટિંગ્સ થોડા વખત સુધી ઉત્તર હિંદુસ્તાનની જમાબન્દી ઉપર ધ્યાન આપી શકે નહિ.
૨. ઉત્તર હિંદુસ્તાનની મહાલવારી
જમાબંદી (૧૮૧૫-૧૮૨૨) સને ૧૮૧૮ માં છેલ્લું મરાઠા યુદ્ધ સમાપ્ત થયું; અને છેલ્લે પિસ્વા કબ