________________
- -
પ્રકરણ પ મું.
-
પહેલ વહેલીવાર વધારવામાં આવી હતી કે “ જે માનવંત અધ્યક્ષસભાની મંજુરી હશે તે” અચળ જમાબન્દીના ઠરાવ કરી આપવામાં આવશે.
૧૮૧૧ માં અધ્યક્ષસભાએ કાઢેલા હુકમથી આ વચને કેવી રીતે નાબુદ થાય ? ૧૮૧૨ માં ઈન્ડિયા સરકાર લખે છે કે “૧૮૦૩ અને ૧૮૦૫ ના ધારાઓથી સ્થાપિત કરેલી ગોઠવણની અધ્યક્ષસભાની નાપસંદગી તે ધારાઓ ઘડાયા પછી તરતજ જાહેર થઈ હતી તો તે સભાની સત્તાનો તેમણે અમલ કર્યો તે કારણથી તે નામંજુરીને ટેકે મળત પણ હવે જ્યારે નિક્ષિપ્ત પ્રાન્તમાં બધા જમાબાદી પટાની બધી મુદત અને વિછત પ્રાતમાં બે ભાગની મુદત ખલાસ થઈ ગઈ છે, તે વખતે એ સરત રદ કરવામાં નીતિ અને ન્યાયનાં ધોરણોની બેદરકારી થાય છે એમ અમને જણાય છે,”
અને સ્વહસ્તે લખેલી એક મિનિટમાં લોર્ડ મિન્ટોએ, અધ્યક્ષસભાના તાજા હુકમોનો શબ્દશઃ અર્થ કરવાથી સરકારનાં જાહેર અને ગંભીર વચનો'ની સાથે બંધબેસતું ન હોવાથી સંકુચિત અર્થ કરવા યત્ન કર્યો હતે.
સને ૧૮૧૩ માં લૉર્ડ મિન્ટ પાછો વિલાયત ગયો તે પહેલાં એક વાર ફરીથી પિતાને વાંધો તેણે જાહેર કર્યો. એણે બતાવ્યું કે “અચળ જમાબન્દીમાં ઉપજનો કાંઈ પણ ભેગ આપવાનો નથી. જમીન ઉપર ફરતે કર સુધારાને પ્રતિકૂલ હેવાથી એડમસ્મિથે વેલ્થ ઓફ નેશન્સમાં વખોડી કહાડ્યો છે. પડતર જમીનનો સમાવેશ કર્યા વિના ખેડવાણ જમીનને સંબંધે જ ઉત્તર હિંદુસ્તાનમાં અચળ જમાબન્દી થઈ શકે તેમ છે,” અને છેવટે લખ્યું કે “જે મારા રાજ્ય વહિવટને હેતુ દેશીઓની સ્થિતિ સુધારવી એ હેય તે મારું નિ:સંદેહ માનવું છે કે તે અગત્યના હેતુ ત્વરાથી અને ફતેહમંદીથી પાર પાડવા માટે “અચળ જમાબંદી” ના જેવું બીજું રાજ્ય કૃત્ય અમને જણાતું નથી.”
પણ કંપનીના અધિષ્ઠાતાઓ હઠીલા થયા હતા. હિંદના લેકના કલ્યાણની તેમની પ્રસિદ્ધ ઇચ્છા હોય તે પણ તેમના પોતાના નફા મુકી દેવા એ