________________
બ્રિટિશ હિંદુસ્તાનનો આર્થિક ઇતિહાસ.
૧૮૯
ખરાબ છે; તે ખરે ખરી હિંદુસ્તાની શોધ છે. કારણ કે દેખરેખ રાખવા મોકલેલ માણસને ખેડુ પાસેથી બાબત મળતી, અને તેવી રીતે મોટા માણસની આસ પાસના અનેક ચીંથરેહાલ માણુમાંના કોઈ એકને ભુખ છીપાવવાનું થોડુંક સાધન મળી આવતું. પણ જયારે જામીન આપ્યો હોય અને તે નાણું આપી શકે નહીં તો મુદત બાદ ત્રણ દિવસ વિત્યા પછી તે જમાનને નાણાં ભરી દેવાને હુકમ થાય અને જયાં સુધી નાણાં ભરી ન દે ત્યાં સુધી તેને કેદ કરવામાં આવે.
જે જમીન ઉપર આકાર વીસ પાગડાનો શ્રેય તેની વેચાણ કિંમત ૧૦૦ પાગોડા આવે અને ૫૦ પાડે ઘરાણે મૂકાય. બાપની મીલકત દીકરાઓ વચ્ચે સરખે ભાગે વહેચાય છે. પણ જેષ્ઠ ભાઈ તમામ વહીવટ કરે અને બધા એકઠા રહે. જ્યારે પિત્રાઈ ભાઈઓ વચ્ચે વહેંચણ થાય, ત્યારે જમીન ઘણે ભાગે ઈજારે અપાય અને રકમ બેંચી લેવાય. સારી જમીનમાં દર એકરે ૨૦ થી ૩૩ બુશેલ ડાંગર ઉપજે છે, અને નબળી જમીનમાં ૬ થી ૧૬ બુશેલ. શેલડી, મરી, સુખડ, એલચી, સોપારી, અને નાળીએરને વેપાર છે.
આરની ઉત્તરે એક ગોકર્ણ નામની પ્રસિદ્ધ જગા છે. ત્યાં મહાબલેશ્વર નામનું પ્રખ્યાત શિવલિંગ છે. એમ કહેવાય છે કે સિલેનનો રાજા રાવણ આ લિંગ ઉત્તરના પર્વતોમાંથી લઈ જતો હતો, તેણે અહીં વિશ્રાન્તિ લેવા માટે આ લિંગ અહીં મૂક્યું અને પછી તે ઉંચકાયું નહિ. આ શહેરમાં ૫૦૦ ઘર છે, જેમાંના અર્ધમાં બ્રાહ્મણો રહે છે. અહીં એક મોટું તળાવ છે. તેની આસપાસ મઠ છે. અને એક મંદિરમાં શંકરનારાયણની મૂર્તિ રાખવામાં આવી છે. “ડા. બુકનન રાખે છે કે શિવ અને વિષણું એકજ પરમેશ્વરનાં બે જુદાં જુદાં નામો છે તે સિદ્ધાન્ત ઘણું કાળથી ચાલ્યો આવે છે તેનો આ મજબુત પુરાવે છે. ”
અંકેલાની વાર્ષિક ઉપજ ર૯૦૦૦ પાગડા ઓનરની ૫૧૦૦૦ અને કુન્દપુરની ૫૦૦૦ પાગડા હતી. સારી જમીન પૈકીની ત્રીજા ભાગની જમીન પડતર હતી. અંકેલાનું બજાર ઘણીવાર લુંટારાઓએ બાળી નાંખેલું, પણ