________________
૧૮૨
પ્રકરણ ૪ થું.
સત્તા નીચેના દેશ કરતાં એ સુવ્યવસ્થિત છે કે મોપલા અથવા નેર લેકે કાંઈ તરેહનું તેફાન કરવાની હિમ્મત ધરતા નથી. કકડુ આગળ ટેકરીઓ ઉપર ખેતી નથી. પણ ગૌચર ઠીક છે. ઢેર સારી સ્થિતિમાં છે. ખીણમાં દાણે ઠીક થાય છે; સીમાઓ ઉપર વસતિનાં ઘરે આવી રહેલાં છે અને ફૂલઝાડનાં કુંજોની છાયાથી છવાઈ રહેલી છે. નજીકમાં એક ક્રિશ્ચિયન ગામડું છે. ત્યાંના પાદરીએ ડા. બુકનનને કહેલું કે અહીં ક્રિશ્ચયાનિટિ દાખલ કરનાર ઈ. સ. ૬૦ માં મદ્રાસની મુલાકાતે આવેલા સેન્ટ ટૉમસ છે.
મલબારના મેપલા લોકો અઢારમા સૈકાની વચમાં શ્રીમંત વેપારીઓ હતા. તેઓનાં વહાણ સુરત અને મદ્રાસ સુધી જતાં. ખગોને પ્રદેશ રમણીય છે. ટેકરાના ઢોળાવ ઉપર અગાશીઓ જેવું કરીને ખેતી કરે છે. પણ ડુંગરાનાં શીખર પડતર છે. ખેત જમીનના વેરાની ફર્યાદ કરે છે અને મલબારમાં જે કાંઈ દુઃખ પડે છે તેનું કારણ તેજ મનાય છે. તીરૂવન અને પરૂપનાદ વચ્ચે ખેતી બહુ નબળી હાલતમાં છે. તેનું કારણ ત્યાં વસતિ ઘણી કમતી છે, અને જેટલી છે તે ગરીબ છે. પરૂપનાદ આ ગળના દરીઆ કિનારા ઉપર ઉમદા નાળીએરીના બગીચા છે. નાતાલને દિવસે ડા. બુકનન મલબારની પ્રાચીન રાજધાની કાલીકટ પહોંચ્યા.
અહીંઆના વેપારી આરતીઆ મિ. ટરિન અહીંઆ આગળ લશ્કથનું કારખાનું કાઢવાનો પ્રયત્ન કરતા હતા. ૭ર કયુબિટ લાંબા તાકા કઢાવવા; અને ખેડુતોને તેને માટે તાકા દીઠ ૧૮ શી. ૬રૂ પેન્સથી ૧૬ શી. ૪ પેન્સ આપવા. આ ગામમાં ૩૪૪ વણકર હતા. તે ત્રાવણકોર અને કોચીનથી આવેલા હતા. તેઓ ૨૩૭ શાળો ઉપર કામ કરતા અને મહિનાના ૪૬૮ તાકા કાઢતા. મિ. ઢૌરીને એક કારખાનું પાલીઘાટમાં કહાળ્યું હતું, જે. આના કરતાં વધારે સારું અને સસ્તું હતું.