________________
બ્રિટિશ હિંદુસ્તાનના આર્થિક ઇતિહાસ,
rer
મલખાર.
તા. ૨૯ મી નવેમ્બરે ડા. બુકનન મલબારમાં દાખલ થયા. આ પ્રાંત ઘેાડાજ વખત ઉપર મુબઇ સરકાર પાસેથી મદ્રાસ સરકારને સાંપાયા હતા. આયુરેપમાં ઝામેારીન નામથી ઓળખાયલા તપુર રાજ્યને મુલકદક્ષિણ તરફના ઊંચા પર્વત ઉપરથી ઊંચા જળધોધા પડતા હતા. અને ભવ્ય જંગલો અને ફૂલઝાડાની વાડીએ વચ્ચે વચ્ચે દાણાનાં ખેતા હતાં. પણ આકાશને આ જમીનની કાંઇ પણ દરકાર નહતી. ડાંગરની જમીન ઝાઝી ન હતી. કેાલન્ગેડુમાં ૧૦૦૦ ધર હતાં. ત્યાં વણુકરેની વસ્તિ હતી તેએ કાર્મ્ડરમાંથી કપાસ મગાવતા. પાલીઘાટનેા મુલક બહુ સુંદર હતા. બંગાળના સાથી રમણીય ભાગને મળતા હતા પણ ત્યાં ઊંચાણુની જમીનમાં ખેતી થતી નહતી. ત્યાં આગળ મલબાર જીત્યા પછી હૈદરઅહ્લીએ ફીલ્લા બાંધ્યા હતા. પ્રાચીન રાજાએના વખતમાં જમીન ઉપર કાંઇ કર લેવાતા નહતે. પણ હૈદરઅલીએ નીચાણુની લટ્ટુપ જમીન ઉપર નાગડી નામને કર નાંખ્યા હતા. ઊંચાણુની જમીન કરમાંથી બાતલ રાખી હતી. ટપુસુલતાનના જુલમે ઘણા જમીનવાળાએ દક્ષિણમાં ત્રાવણુકાર તરફ જતા રહ્યા હતા.
પાલીઘાટમાં સરકાર હક બહુ ભારે હતે. ઉપજના લગભગ સાઠ ટકાથી પણ વધારે. મિ. સ્નાની ગણત્રી પ્રમાણે જમીનદારી ઉપર મૂલ ઉપજના ૮૪ ટકા જેટલે ભારે આકાર હતા. વાર્ષિક વરસાદ ડાંગરના એક પાક ઉતારવા માટે પુરતા હતા, અને જમીનદારાને ખરચે બંધાયલાં અને સમા રહેતાં તળાવાથી બીજો પાક લેવાતા. અહીંનાં ઢાર કદમાં બહુ નાનાં અને દેશને જોઇએ તેટલી સ ંખ્યામાં પણ નહીં. કાલન્ગેાડુમાં લેટુ ઘડાતું.
:
૬ ઠ્ઠી ડિસેમ્બરે ડા. બુકનન કોચીનના રાજાના મુલકમાં દાખલ થયા. તે ઇસ્ટઇન્ડિ કમ્પનીને ખંડણી આપતો પણ પાતાના રાજ્યની હદમાં વહીવટી અને લશ્કરી હકુમત તેના પેાતાના હાથમાં હતી. એને દેશ કમ્પનીની વધારે