________________
બ્રિટિશ હિંદુસ્તાનના આર્થિક ઇતિહાસ,
૧૭૮
કહ્યું હતું કે “ અહીં એવા રીવાજ છે કે જ્યાં સુધી ખેડુ સાંથ આપે જાય ત્યાં સુધી તેને કહાડી શકાય નહિ. દેશાધ્યક્ષની સમજણ એવી હતી કે બ્રિટિશ સરકાર વજે ભાગ લેવાના શરૂ કરે પણ તેમાં અતિશય માલ ઉચાપત થઈ જાય. જ્યારે કમ્પનીના હાથમાં સલેમનેા મુલક આવ્યા ત્યારે ડાંગરની ક્યારી જેને કાવેરીની હેરામાંથી પાણી પહેાંચતુ, તેમાંથી વજેભાગ લેવાતેા હતેા. લોકેા બરાડતા રહ્યા અને કમ્પનીના નાકરાએ વજેભાગને બદલે રોકડ હુક હરાવી દીધા, અને ખેતીને વિસ્તાર વધારી રોકડ ઉપજ ધણી વધારી દીધી. જમીનદારી કરતાં રૈયતવારી પસંદ કરવાનું કારણ એટલુ` હતુ` કે તેથી ઉપજ વધારે આવતી. કર્નલરીડના ધારા એવા છે કે વખતસર જમીનદારા પાસેથી જે લઇ શકાય તેના કરતાં વધારેની રેકડ રકમની ઉધરાત જરૂર થઈ જાય. અને જો તેમાં ચૂક રહે તેા મતે તે ખાત્રી છે કે કાંતે કાઇની ગફલત થવી જોઇએ અથવા દેશાધ્યક્ષે અપ્રમાણિક હેાવા જોએ. જમીનદારના સ ધમાં મારૂ એમ માનવુ છે કે ખેતીના સુધારાના માટે તે ઉપયોગી છે.
""
કરૂફ એક ઠીક શહેર છે. તે કાવેરીની એક શાખા અમરાવતી નદી ઉપર આવેલુ છે. એક હુન્નર ધર છે. ત્યાંના વેપારીએ માત્ર હટાણું કરનારા છે અને વણકરની સંખ્યા પણ મટી નથી, કચેરીમાંથી કાઢેલી એ હેરા અને અમરાવતીની ઘણી હૈરા આ દેશમાં પાણી પહોંચાડે છે. શેલડી ડાંગર અને આગતર માલ નીપજે છે.
૧૭ મી નવેમ્બરે ડા. બ્રુકનન ધર્મપૂર પહેાંચ્યા. આ કાઇટુરના દક્ષિણ વિભાગના દેશાધ્યક્ષ પી. હર્પીસનુ મુખ્ય સ્થળ છે. દેશાધ્યક્ષ ચંચળ, બુદ્ધિમાન અને સારી નિષ્ઠાવાળા એક જુવાન અમલદાર છે, તે લેાકા સાથે હળે મળે છે, તેમની નાતાનાં કજી પતાવે છે, અને તેમને સારી રીતે જાણે છે. મી. હર્પીસ ધારે છે કે હમણાંની સાંથ બહુ વધારે પડતી ભારે છે. અને અહીંઆં તેમજ હિંદુસ્તાનમાં બધે ઠેકાણે ખેડુ લેકા અત્યંત ગરીબ છે.