________________
૧૭૮
પ્રકરણ ૪ થું.
એકજ મંલ લેવાય છે. અને કંઈક તળામાંથી અને કંઈક નયલ નદીની નહેરોમાંથી પાણી પવાય છે. સમારવાની ખામીને લીધે પહેલાંની જમીનના ત્રીજા ભાગ કરતાં વધારે અત્યારે પડતર છે. નબળામાં નબળી જમીન ચારાને માટે રાખવામાં આવી છે અને તેના ઉપર જુજ સાથ લેવાય છે. તેની પૂર્વે ચીનામાલી આગળ લેતું ગણાય છે. ગાળેલા લેઢાને ત્રીસમે ભાગ સરકાર હકને અપાય છે અને ભટ્ટી માટે લાકડાં જંગલમાંથી કપાય તેને વેરો દે. ચીનામાલીમાં માત્ર ૧૨૫ ઘર છે. ડા. બુકનને ગયા ત્યારે ત્યાં શિતળાનો રાગ ચાલતો હતો. આ જીલ્લામાં કાપલી નદીમાંથી પાણી પાવામાં આવતું પણ ડાંગરને પાક ઉતરતો નહતે.
ચીનામાલીની ઉત્તરે પરે૩માં ૧૧૮ ઘર છે. તે જીલ્લામાં ૮૦૦ સાલે હતી. કાવેરીના કાંઠા ઉપર ઇરડુ છે તેમાં હૈદઅલીના વખતમાં ત્રણ હજાર ઘર હતાં, પણ ટીપુ સુલતાનના વખતમાં તે શહેર પડતીમાં આવ્યું હતું. જનરલ મેડેઝની ચડાઇમાં તે શહેર પાયમાલ થઈ ગયું હતું, પણ સલાહ થયા પછી પાછું ઠેકાણે આવતું હતું. ઇરેડ પાસેથી નીકળતી હેરનું કામ બહુ ઉમદા છે. તે ૪૦૦ વરસ ઉપર કલિંગરાય નામના કોઈકે બાંધેલ છે એમ કહેવાય છે. હજી તે વડે ૩૪પ૦ એકર પાણી પીવે છે.
- કાવેરીને કાંઠે કાંઠે આગળ જતાં કેડમુંડી નામનું ગામ આવે છે. તેમાં એક પ્રાચીન મંદિર છે અને ૧૧૮ ઘર છે. કાવેરીમાંથી એક હેર કહાડીયલ નદી ઉપરથી પાગલોર ગામ સુધી લઇ જવામાં આવી છે અને તેમાંથી ઘણી જમીન પાણી પીએ છે. ત્યાં અગાડી ટીપુ સુલતાને ઉપજના સાંથ મુકરર કરી હતી. પણ ૧૭૯૯ ની સાલ માટે બ્રિટિશ સરકારે તેને એક એકને ૩ થી પ પ. નક્કી કર્યા હતા. ૧૮૦૦ની સાલને માટે બુકનન ગયા ત્યાં સુધી કંઈ નક્કી કર્યું નહોતું.
કોઈમ્ફરના ઉત્તરભાગના દેશાધ્યક્ષ મેજર મેકલાઉડે ડા. બુકનનને