________________
~
~
~
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઇતિહાસ. ૧૫ ૧૭૯૨ ની કોર્નવોલિસની ચઢાઈથી ત્યાં બહુ નુકશાન થયું હતું, અને વસ્તિનો મોટો ભાગ ભુખમરાથી મરણ પામે હતો. મગદી આગળ થઈને નીચી નીચી ટેકરીઓ અને ખીમાં થઈને રસ્તો પસાર થતો હતો, જેના ઉપર આકાશીઆમોલ ઉગતા હતા. સવનદૂર્ગા આગળ સાગ અને વાંસ પેદા થતા હતા પણ આ ગામ ઑર્ડ કોર્નવૅલિસે સર કર્યું હતું, અને તે પછીથી તે વસ્યું ન હતું. પાસેના ડુંગરોમાં લે કહાડવામાં આવતું હતું, અને તેને શુદ્ધ કરી તેમાંથી ખેતીનાં ઓજારે બનાવવા અને લડાઈનાં હથિયારો માટે ગજવેલ બનાવતા હતા. ત્યાં આગળ વળી સુખડ અને બીજે સાગવાની કાટ પેદા થતો હતો અને હિંદુસ્તાનના સુપ્રસિદ્ધ રંગને માટે લાખનાં જીવડાં ત્યાં ઉછેરવામાં આવતાં હતાં. તારીખ ૨૧ મી જુને બુકનન બેંગલોર પહોંચ્યો.
હૈદરઅલીના વખતમાં બેંગલોરમાં બહેળો વેપાર અને પુષ્કળ કારીગરી હતી. ત્રિપુ સુલતાને મૂર્ખાઈથી નીઝામના રાજ્ય અને કર્ણાટક સાથેનો તમામ વેપાર બંધ કર્યો હતો અને તેથી બેંગલોરનો વેપાર છેક ઉતરી ગયો હતું. પરંતુ હિંદુ રાજ્યનું પુનઃ સંસ્થાપન થયું તે પછી આ શહેર પાછું આબાદ થયું હતું. પુનાના વેપારીઓ કાશ્મીરી શાલે, કેસર અને કસ્તુરી લાવતા, અને સુરતથી મોતી લાવતા હતા; બુરાનપુરના વેપારીઓ છાંટ, મળી, કાપડ અને કસબ લાવતા; નિઝામના રાજ્યમાંથી સુનેરી રૂપેરી બુટ્ટીવાળું લાલ સુતરાઉ કાપડ આવતું અને કર્ણાટકમાંથી મીઠું, કલઈ, સીસું, તાંબુ અને યુરેપનો માલ આવતો, તેમજ બેંગલોરમાંથી સોપારી, સુખડ, મરી, એલચી અને આંબલીનો નીકાસ થતો હતો. ઉપરાંત કાંબળીઓ અને રૂ ઘણું આયાત થતું હતું.
માલ, પશુઓ ઉપર પિઠ નાંખીને એક ઠેકાણેથી બીજે ઠેકાણે લઈજવામાં આવતો હતો. એક વર્ષમાં ૧૫૦૦ પિઠે રૂની, ૫૦ સુતરની, ૨૩૦ કાચા રેશમની, ૭૦૦૦ પિઠે મીઠાની અને ૩૦૦ પરદેશી માલની આયાત કરવામાં આવી હતી. અને ૪૦૦૦ પોઠે સોપારીની અને ૪૦૦ મરીની નીકા