________________
૧૫
પ્રકરણ ૪ થું.
મનની મિનિટ
નિયત અને માફક મહેસુલ. જમીનને વેચાણે લાયક કરવા સારૂ, લોકને ખેતીમાં સુધારો કરવામાં અને તેને સ્થાયી મિલકત માનવામાં ઉત્તેજન આપવાના હેતુથી સરકાર હકનો આંકડો મુકરર કરેલે હવે જોઈએ અને તે એ તો સુનિર્ણત હવે જોઈએ કે અજ્ઞાન અથવા આવેશથી વધારી શકાય નહિ.
રૈયત ખરી માલિક છે; કારણ કે જે જમીન રાજ્યના હાથમાં નથી, તે તેની જ છે. સરકાર હકની ઊંચાઇ નીચાઈના પ્રમાણમાં ખેડુતને ભાગ જુદે જુદે ઠેકાણે અને જુદે જુદે વખતે ઊંચે નીચે રહે છે; પણ એની ચોખ્ખી ઉપજ ગમે તેટલી રહે, પણ એની મુડીના નફા પુરત અથવા તે ઉપરાંત કાંઈ પણ રહે તેને તે ખરો માલિક છે, અને સરકાર પોતાની મહેસુલ તરીકે જે માંગે તે આપે છે તે ઉપરાંતનું બધું તેમનું જ છે.
આકાર હમેશાં ફરતો રહે છે, તેને લીધે જ જમીનમાં સુધારા થતા અટક્યા છે અને જ્યાં સુધી તે પ્રમાણે ફરતો રહેશે ત્યાં સુધી તે પ્રમાણે અટકશે જ. કારણ કે જ્યાં અત્યારે આકાર ઓછામાં ઓછા છે ત્યાં પણ તે ગમે ત્યારે વધી શકે એવી બુદ્ધિ હેવાથી જમીન વેચવા લાયક થતી અટકે છે. જ્યાં સુધી સરકાર હક જમીનના દરેક ભાગ ઉપર પ્રથમથી નિયત ન થાય ત્યાં સુધી જમીનની ખરી કિંમત આંકી શકાય પણ નહીં. તેમ તે ખાનગી મિલકત પણ થઈ શકે નહિ. જ્યારે જમા નકકી થાય ત્યારે બધી અનિશ્ચિતતા દૂર થતાં જે જમીન ઉપર વધારે પડતી જમા નથી તે જમીનમાં કિંમત આવે છે. જેમ જેમ સુધારા થતા જાય છે તેમ તેમ તે કિંમતમાં વધારો થતો જાય છે, અને નિફે ખેડુતને રહેવાથી સુધારા કરવાનું પણ ખેડુતને ઠીક પડે છે.”