________________
૧૩૪
પ્રકરણ ૪ શું.
ત્રણ વર્ષ પૂરાં થયા પછી તેમણે અધ્યક્ષસભાને દશ વર્ષના પટા કરવાની અને તેમની મ ંજૂરીની સરતે તે પટા કાયમ-યાવચ્ચન્દ્રદિવાકરા-કરવાની દરખાસ્ત કરી.
પણ અચળ જમાન્દીના વિચારથીજ હવે અધિષ્ઠાતાએ ચમક્યા. અને દશ વર્ષના પટા કરવાની બાબતમાં વસુલાતસભા ઉપર અધિકાર વિના ચાલ્યાનું તેાહમત મૂકયું અને હુકમ કર્યો કેઃ–
જે પ્રાન્તામાં હજી સુધી પાકા ઠરાવ ન થયા હોય ત્યાં રૈયતવારી પદ્ધતિનું ધારણ ગ્રહણ કરવું, અને તે સિવાય બીજા કાઇ ધારણ ઉપર ગામની સાંથ ની થઇ હોય ત્યાં, જે મુદ્દત માટે તે ઠરાવ કરવામાં આવ્યા હૈાય તે મુદત વીત્યા બાદ તે ડરાવ બંધ પડશે, એમ જાહેરનામુ ં કાઢવું.
અધ્યક્ષસભાના આ ઠરાવ સામે મદ્રાસની સરકારે વાંધો લીધા. લખ્યુ કેઃખેતી, પ્રજાનાં ધન અને આબાદીના પાયા ગણાય છે, અને ખેતીના સુધારા વધારા માટે જમીન ઉપર સરકાર હકની મર્યાદા બાંધવી જરૂરની ગણાય છે.આવી મર્યાદા બાંધવાથી સરકારને નુકસાન થશે એમ કદી ન મનાય, કારણ કે તે વિના ખેતીમાં સુધારેા વધારે થઇ શકે નહિ, અને દેશની સાધન સંપત્તિ પણ વધે નહિ.......... ઉપરના શબ્દો લખતાં અચળ ઠરાવનું ’ એક કાશ નીતિના સવાલ તરીકે જ અમે વિવેચન કર્યું છે; પણ બીજી રીતે એ આવશ્યક છે, એમ બતાવવામાં કાંઇપણ મુશ્કેલી નથી. ઉધાડુ` છે કે આ યેાજનાથી ખેતીના ધન્ધાવાળી રૈયતને આપણી રાજ્યસત્તાની સ્થિરતામાં ઊંડુ અને અચળ હિત બધાશે.
*
વળતા વર્ષમાં મદ્રાસની સરકારે અચળ મેાજેવારી-ગામવારી-જમાબન્દીના પક્ષમાં અને અચળ રૈયતવારી જમાબન્દી વિરૂદ્ધ વધારે છટાદાર વિનતિ અધ્યક્ષસભાને કરી.
66
જો અચળ ઠરાવનું પ્રાથમિક સાષ્ય એ હોય કે લોકોને પેાતાનાં કામ કાજ અમલદાર કરતાં પોતાની મેળે વધારે સારી રીતે સભાળી શકશે એવા