________________
૧૨૮
પ્રકરણ ૪ જુ.
પ્રકરણ ૪ થું.
ગ્રામ સંસ્થાઓ કે વ્યસ્ત ખેડુતો. મદ્રાસમાં ચર્ચા ૧૮૦૭-૧૮૨૦
છેલા પ્રકરણમાં ૧૮૦૭ સુધીમાં જે જલાઓની જમાબન્દી મુકરર થઈ હતી તેને કઠો આપ્યો છે. કેટલાકની અચળ જમાબન્દી થઈ હતી; કેટલાકની વાર્ષિક હતી. હવે વાર્ષિક જમાબન્દીવાળા જીલ્લાઓમાં કેટલી મુદતના પટા કરવા એ સવાલ ઉત્પન્ન થયે.
(૧) બંગાળામાં લોર્ડ કોર્નવોલિસે દાખલ કરેલી અચળ જમીનદારી જમાબન્દી અહીં દાખલ કરવામાં આવશે? કે (૨) સરટોમસ મને વાળી અચળ રૈયતવારી જમાબન્દી દાખલ કરવી ? કે ( ૩ ) મદ્રાસની મહેસુલ સભાએ ઠીક માનેલી અચળ મોજેવારી જમાબન્દી કાયમ કરવી ? આ અગત્યના સવાલો ઉપર થયેલી ચર્ચા આપણું આર્થિક ઈતિહાસમાં એક બહુ રસિક પ્રકરણ છે.
૧૮૦૭ માં ટોમસ મને એ વિલાયત જતાં પહેલાં અચળ રૈયતવારી જમાબન્દીની ભલામણ કરનારા પ્રસિદ્ધ રિપોર્ટ લખ્યો હતો તેમાં કુલ પેદાશના ૪૫ ટકા જેટલી સાથ જે ઠરાવેલી તે એને ભારે પડતી લાગેલી, તે બતાવી, તેમાંથી થો ભાગ ઓછો કરવાની તેણે ભલામણ કરી અને તે પછી આ જમાઇન્દી-અચળ-યાવચ્ચન્દ્રદિવાકર-કરવાની તેણે હિમાયત કરી હતી, તે લખે છે કે “મિલકતને વિનાશ કર્યા સિવાય વધારેમાં