________________
૧૨૬
પ્રકરણ ૩ .
લેકેને પિતાની અપરોક્ષ સત્તા નીચે લાવવા માટે તે પાળેગારોને નિર્મળ કર્યા. લોર્ડ કૉનૉલીસે એક પ્રાચીન સંસ્થાને માન આપ્યું અને તે દ્વારા તેણે બંગાળામાં, સુખી અને અનુરક્ત એવો એક મોટો મધ્યમ વર્ગ સાચવી રાખે. લે વેલીની રાજ્યનીતિએ આ વર્ગને નાશ કર્યો, અને બ્રિટિશ રાજ્યને સો વર્ષ થઈ ગયાં છે પણ હજી તે વર્ગ ઉત્પન્ન થ નથી. હજી સુધી ખેડુત અને પરદેશી સરકારને જોડનારી સાંકળ રૂપ સુખી બળવાન અને વગદાર મધ્યમ વર્ગ મદ્રાસમાં જ નથી.
લડ વેસ્લીની મદ્રાસ સરકારની રાજ્યનીતિ, થોડાં વર્ષ ઉપર ચરેલ્યુશનને પ્રસંગે કાન્સમાં ચાલેલી રાજ્યનીતિને મળતી હતી. ત્યાં પણ ઉમરાવ વર્ગના તમામ હકો જપ્ત કરી લેવામાં આવ્યા હતા. પણ ફ્રાન્સમાં ઉમરાના હાથમાંથી જે ગયું, તેથી કાન્સની પ્રજાને લાભ થયા. મદ્રાસમાં પાળેગારના હાથમાંથી જે ગયું તેને લાભ એક પરદેશી વેપારીની કમ્પનીને થયે. પિતાની હકુમત નીચેની રૈયત પાસેથી પાળેગારો જે હકો વસુલ કરતા તેનાં નાણાં દેશમાં જ વપરાતાં, અનેક કારોથી લોકના હાથમાંજ પાછાં જતાં અને તેથી તેમના વેપાર રોજગાર અને શિ૯૫ને લાભ થતે. પાળેગારોને વાસ્તવિક વિનાશ કર્યા પછી કમ્પનીને જે ઉપજ આવી તેમાંથી વહીવટનું ખરચ બાદ કરતાં જે વધે તે પરદેશી વેપારીઓના નફા તરીકે પરદેશ ચઢી જવા લાગ્યું. કપનીને એક સહુથી વધારે સમર્થ અધિષ્ટાતા લખે છે કે રૈયતવારી જમાબન્દીને હેતુ-સાંથના રૂપમાં જમીનમાંથી વધારામાં વધારે મળી શકે તે સરકારને લેવું, એજ છે, એ વાતની ના કહી શકાય તેમ નથી; તેમ તે વાત છુપાવી શકાય તેમ પણ નથી.+
મદ્રાસની મહેસુલના ઉપરના વર્ણનની તારીજ નીચેના કોઠા ઉપરથી જણાશે –
+ હેની સેન્ટ જેન ટકર, ઇન્ડિયન ગવર્નમેન્ટની અરજીઓ લન્ડન ૧૮૫૩ પાનું ૧૩. .