________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઇતિહાસ.
૧૧૫
ઉત્તર સિરકાર, હવે ઉત્તર સિરકારની જમીનદારી જમીનના વહીવટ ઉપર આવીએ સ. ૧૭૭૮ સુધી આ જમીનની જમા વર્ષો વર્ષ ઠરાવવામાં આવતી પણ સર ટોમસ રોલ્ટે પહેલી વાર પાંચ વર્ષના પટા કર્યા. ૧૭૮૩ માં વાર્ષિક પટાની જુલમી રીત ફરીથી દાખલ કરી; અને તે પ્રમાણે ૮૬ સુધી ચાલ્યું. પણ તે વરસમાં જમાવધારીને પાછા ત્રણ વરસના પટા કર્યા. ૧૭૮૯માં પહેલા ત્રણના ને પાછળથી પાંચ વર્ષના પટા કર્યા, અને જમીનદાર પાસેથી તેમની મૂળ ઉપજના બે ભાગ (ત્રણમાંથી) જેટલી જમા લેવાની ઠરાવી. ગંતૂરનું રાજ્ય જે ૧૭૮૮ માં નવું જ સરકારના હાથમાં આવ્યું હતું, તેના ઉપર આજ પ્રમાણે જમા કરાવવામાં આવી.
૧૭૯૪ માં મદ્રાસના ગવર્નર તરીકે લોર્ડ હેબા આવ્યા. તેમણે કમ્પનીના મુખી અને તેમની સભાઓ કહાડી નાંખી અને છેલ્લે છેલ્લે દેશાધ્યક્ષે (કલેકટર) નીમીને એક મોટો સુધારો કર્યો. તેમના ઉપર મહેસુલસભાની દેખરેખ રાખવામાં આવી. જમીનદારી જમીનની જમા પૂર્વ ના ધોરણેજ નક્કી કરવી ચાલુ રહી. લોર્ડ હેબાર્ટ પછી પ્લાસીના યુદ્ધના વિજયી સરદારના પુત્ર લૈર્ડ કલાઇવ આવ્યા અને તેમના અમલ દરમિયાન બંગાળામાં ૧૭૪૩ માં જેવો સ્થાયી બંદોબસ્ત કર્યો હતો તેવો ઉત્તર સિરકારના પરગણામાં ૧૮૦૨ થી ૧૮૦૫ સુધીના વર્ષોમાં કરવામાં આવ્યું. સરકારહકનું સામાન્ય માપ ખેડુત પાસેથી વસુલ થતી રકમનું બે તૃતીયાંશ રાખવામાં આવ્યું હોય એમ જણાય છે.
ઉત્તર સિરકારની હવેલીની જમીનને જુદો ઈતિહાસ છે. ૧૭૮૭ માં દેશાધ્યક્ષો નીમવામાં આવ્યા હતા. તેમણે હવેલીની જમીનની મહેસુલ વસુલ કરવાની બે જુદી જુદી રીતે દાખલ કરી. કેટલીક જગમાં તેમણે ખેડુતો પાસેથી પરબારી “વજે ” ઉઘરાવવા માંડી એટલે સરકારહક તરીકે