________________
૧૧૪
પ્રકરણ ૩ જુ.
કાંઈ જ ચિંતા કરતા નથી. તેની આંતરસ્થિતિ કાયમ રહે છે. પટેલ હજી પણ મુખી માણસ છે અને હજી સુધી તેજ એક નાનો સરખો ન્યાયાધીશ, મેજીટ, ઉઘરાતદાર અને જમીન સાંથનાર છે.”
ઉપરનો ઉતારો બહુ અગત્યનું છે. કેમકે તે આપણે સ્વરાજ્યવાળાં હિંદનાં ગામડાંઓના બંધારણનું યથાર્થ ચિત્ર આપે છે. આ વાત કંઈ પ્રાચીન હિંદરાજ્ય દરમિયાનની નથી, પણ અઢારમા સૈકાની છે. પ્રાચીન સંસ્કૃત પુસ્તકોના આધારે લખવામાં આવેલી નથી, પણ ઇસ્ટ ઇન્ડિયા કમ્પનીના
કરેએ પોતે જાતે તજવીજ અને તપાસ કરીને કમ્પનીના દફતર ઉપર નોંધેલા વર્ણનોને આધારે લખવામાં આવેલી છે. આ ઉતારો વંશના વિશે બદલાઈ ગયા અને બાદશાહત ઉગી અને અસ્ત પામી, તે બધા કાળની દરમિયાન આપણાં નાનાં સ્વરાજ્યમાં ગામડાંના લકે કેવી રીતે રહેતા, ખેડ કરતા અને પિતાને ખપ પૂરતો માલ પેદા કરતા, તે એક દષ્ટિપાતથી બતાવી આપે છે. જે ઈગ્રેજોએ આ જુની સ્થાનિક સ્વરાજ્યસભાઓ કાયમ રાખી તેને સુધારી વધારીને આ સભાઓ મારફત જ રાજ્ય ચલાવ્યું હોત તે સર્વેને સુખકર હતું. પણ બ્રિટિશ રાજ્યના આરંભને વખતે બે કારણોથી આ સંસ્થાઓ નબળી પડવા લાગી. જમીનની મહેસુલમાં જેમ બને તેમ વધારો કરવાની ઈચ્છાથી સરકારે જુદા જુદા ખેડુતો જોડે સાથ નક્કી કરવાની રીત ધારણું કરી. તેમજ તમામ સત્તા-ન્યાયની અને મુલકી–પોતાના હાથમાં રાખવાની ગેરવાજબી ઈચ્છાથી આ જુનાં ગામડાંઓના અધિકારીઓ, જેમણે પિતાના ગામડાંઓની હદમાં આ સત્તા ભોગવેલી હતી, તેઓને પણ અદશ્ય ક્ય, અને પિતાના અધિકારથી ભ્રષ્ટ થયેલી આ ગ્રામપ્રજા નષ્ટ થઈ. ઈગ્રેજોના રાજ્ય વહીવટની અત્યારની ગોઠવણ કેટલીક બાબતોમાં પ્રથમ કરતાં વધારે સુવ્યવસ્થિત છે છતાં તેથી આટલે ગેરફાયદો છે કે તે વધારે સ્વચ્છંદી છે, અને લેકે ની સામેલગીરીનો તેમાં અંશપણ નથી.