________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઇતિહાસ,
૧૦૭
તેમણે સર ટામસ રમ્માલ્ડ ઉપર કમિટી રદ કરવામાં પેાતાના હુકમને અનાદર કર્યાનું તેહમત મૂછ્યુ. વળી તેમણે તેના ઉપર લાંચ રૂશ્વત લીધાનું પણ તેહમત મૂકયું અને સાખીત કર્યું કે તેણે બે વર્ષની અંદર ૧૬૪૦૦૦ પાઉંડ યુરોપ મોકલ્યા હતા. તેથી ૧૭૮૧ માં તેને કમ્પનીની નોકરીમાંથી બરતરફ્ કર્યાં.
તેમની પછી એક સારા સ્વભાવવાળા, ધીરા, લાંબા રાજ્ય અનુભવવાળા અને બુદ્ધિશાળી ઉમરાવ લાર્ડ મેક્કૉર્ટનીની મદ્રાસના ગવર્નર તરીકે નીમણુક થઇ. તે ૧૮૮૧ માં આવી પહાચ્યા. આ વખતે દેશ દુઃખ અને દારિદ્યમાં ગરકાવ હતા. લાંબી અવ્યવસ્થાની અસર સાથે સૂરના હૈદરઅલીની સાથેના યુદ્ધને અંગે બીજી દુર્દશા થઇ. એના ધાડેસ્વારો મદ્રાસની આસપાસ ધણા માલામાં ફરી વળ્યા અને તેમણે ચારે તરફ પાયમાલી ફેલાવી દીધી. કર્ણાટક ભયથી ઘેરાઇ ગયુ. લેાકેા જંગલમાં નાઠા, ખેતરાં ઉજ્જડ થયાં, ગામાનાં ગામે, ગાળીને નાશ કરી નાંખ્યાં, અને મદ્રાસની રાજ્યસભા આ ભયંકર દુશ્મનને શી રીતે સત્કાર કરવા તેના વિચારમાં ગાથાં ખાતી હતી ત્યાં તે એક પછી એક ભયંકર બનાવા ખડકાતા ગયા.
વારન હેસ્ટિંગ્સ. આ વખતે ગવનર જનરલ હતા. તેણે અનુભવી સરદાર સર આયર ફૂટને દક્ષિણ હિંદુસ્તાનને બચાવ કરવા સારૂ મોકલ્યા. સર આયરને હૈદરની સાથે ચાર લડાઇ થઇ. ૧૭૮૨ ના સપ્ટેમ્બરમાં સર આયર બંગાળે ગયા. અને ૧૭૮૨ ના ડિસમ્બરમાં હૈદર મરણ પામ્યા. ૧૭૮૩ માં ટિપુ સુલતાન સાથે તહનામાં કર્યાં.
આ બધાં દુઃખા એકઠાં થતાં, અને લેાક દરિદ્ર થઈ જતાં, ૧૭૮૩ માં મોટા દુકાળ પડયા. કમ્પનીની ઉપજમાં તે હમેશાં વધારેા રહે તે। પણ તેમના નિકા સને લીધે વધારાને બદલે ખેાટ થઇ જતી હતી. નીચેના આંકડા ઉપરથી આ વાત સ્પષ્ટ થશે:
-