________________
૧૦૬
પ્રકરણ ૩ જું.
અને એકલા માલિક છે. તેઓને એકદમ કમ્પનીની જમીનના ઈજારદાર ખેડત, કે મજુર બનાવી દેવામાં આવ્યા છે ! આ રાજાઓ મોઘલ બાદશાહને, જમા આપતા;-સાંથ નહિ એ ધ્યાનમાં રાખવાનું છે, તે તેમનું પરાપૂર્વનું સ્વાતંત્ર્ય સાચવી રાખવાને માટે જ આપવામાં આવતી રકમ હતી. તે રકમ, તે તેમની મિલકત, હક, અને રીતરીવાજો શાન્તિથી ભોગવવાની કિંમત હતી. આ જમા હમેશાં માફકસર ઠરાવવામાં આવતી અને ઠરાવતી વખત આ દેશની રીતભાત પ્રમાણે તેમના જેવી ઉંચી સ્થિતિવાળાઓને નોકર ચાકરોનાં મોટાં કારખાનાં રાખવાં પડે તે બાબત ઉપર પૂરતું ધ્યાન અપાતું હતું. મોઘલ બાદશાહના સુબા જમીનદારો સાથે ઠરાવ કરતા અને ઉઘરાવવાની બાબતમાં વચમાં પડવાનો વહીવટ જ નહતો. સિરકાર કમ્પનીના હાથમાં આવ્યા તે પછી આજ ડાહ્યાં ધોરણો ચાલુ રહ્યાં હોત તો સર્વેને માટે સુખ હતું; દેશ આબાદ રહ્યા હતા, અને તેના માંડલિક રાજ અને તેમની પ્રજાની આબાદીમાં કમ્પની પણ આબાદ થઈ હેત”+
એમ ઠરાવવામાં આવ્યું હતું કે કેટલીક સ્થાનિક તપાસ કરીને તે પ્રદેશની મહેસુલ નક્કી કરવા એક ફરતી કમિટી નીમવી. સર ટોમસે આ કમિટી રદ કરી અને જમીનદારને મદ્રાસ બોલાવ્યા. આથી જમીનદારોમાં બહુ ભય ઉત્પન્ન થયો પણ એકત્રીસમાંથી અઢાર જમીનદારો ગવર્નરને હુકમ માનીને મદ્રાસ આવ્યા. પાંચ વર્ષને માટે તેમની સાથે બંદેબસ્ત કર્યો. કમ્પનીને આવાગમન પછી જમામાં જેટલો જેટલું વધારે થયો તેને સરવાળો પૂર્વના કરતાં ૫૦ ટકા જેટલો વધારે જણાય.
પણ આટલાથી અધ્યક્ષસભાને સંતોષ ન થયો. તેમને એમ લાગ્યું કે જે ફરતી કમિટી નીમાબ હોત તો વધારે સંતોષકારક પરિણામ આવત,
+ સર ટોમસ રોડ ઉપર મૂકેલા અપવાદનો પોતે આપેલો જવાબ પા. ૧૯-૬૨