________________
૧૦૨
પ્રકરણ ૩
.
વિપર્યાસ થઈ ગયોતેને લીધે વેપાર રોજગાર અને ખેતી બધાં નષ્ટ થયાં, અને હજારો લેકે સલામતી ભરેલી જગાની શોધમાં પડી ગયા.”
હવે મદ્રાસમાં નવો ગવર્નર નીમવાનો વખત આવ્યો. ફ્રેંચ યુધ્ધ વખતે મિ. પિનટ મદ્રાસના ગવર્નર હતા; અને ૧૭૬૩ માં એ ઈંગ્લેંડ આવ્યા હતા. તે પછી તેમને બેરેનેટનો અને આયર્લંડના ઉમરાવના ઈલ્કાબો આપવામાં આવ્યા હતા. સને ૧૭૭૫ માં મદ્રાસની રાજ્યવ્યવસ્થામાં સુધારા દાખલ કરવાની ઈચ્છાથી એમને ફરીથી મદ્રાસના ગવર્નર નીમ્યા. કંપનીની કાર્યાધ્યક્ષ સભાને મહમદઅલીએ તંજાઊરનો મુલક ખાલસા કર્યો, તે સર્વાશે પસંદ પડયું ન હતું. અને તે સભાનો હુકમ લઈને લેંડ પિગટે જુના રાજાને રાજ્ય સાંપવાનો ઠરાવ કર્યો. મહમદઅલીએ આમ થતું અટકાવવાને ઘણી કારીગરી કરી પણ લૈ પિગટ કૃતનિશ્ચય હતો. સને ૧૭૭૬ ને માર્ચની ૩૦ મી તારીખે તંજારના રાજાને પાછો ગાદીએ બેસા.
ગવર્નરની મુશ્કેલીઓ હવે શરૂ થઈ. આર્કેટના નવાબના ઘણું લેણદારોમાં પોલ બેન્ફિલ્ડ નામનો એક લેણદાર હતા. તે ૧૭૬૩ માં એક કારીગર તરીકે કમ્પનીની નોકરીમાં આવ્યો હતો. પણ પિતાની સમૃદ્ધિના કારીગર તરીકે વ્યાજખોરાઈમાં એણે અસાધારણ ફતેહ મેળવી. જ્યારે તંજાઊરના રાજાને ફરીથી ગાદીએ બેસાડવામાં આવ્યો ત્યારે તેણે જાહેર કર્યું કે નવાબને ધીરેલા ૧,૬૨૦,૦૦ પાઉંડ માટે તંજાઉરની ઉપજ ઉપર અને તંજારના ખાનગી આશામીઓને ધીરેલા ૭૨,૦૦૦ પાઉંડ માટે તંજારના ઉભા માલ ઉપર-એને હક છે. આ હકીકત તે વખતના જમાના ઉપર પ્રબળ પ્રકાશ પાડે છે. બેન્ફિડ હજી હલકા દરજજાને નોકર હતો; તેને વર્ષ દિવસે જૂજ પાઉંડનો પગાર મળતે; છતાં તેના જેવા ગાડી ઘેડા મદ્રાસમાં કોઈની પાસે ન હતા, અને નવાબ પાસે આવી રાક્ષસી રકમનું લેણું કહાડતો હતો. એક શ્રીમંત રાજ્યની તમામ મહેસુલ અને એક આખી પ્રજાના તમામ ઉભા કૈલ તેના લેણા માટે ઘરે મુકયા સમજવામાં આવતા.