________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઇતિહાસ.
હ
પ્રકરણ ૩ જુ.
––~~
-~
મદ્રાસ,
૧. મદ્રાસમાં મહેસુલના ઈજારા, (૧૭૬૩-૧૭૮૫). પાછલા પ્રકરણમાં સને ૧૭૫૭-૧૭૯૩ સુધીનું બંગાળાના આર્થિક ઈતિહાસનું નિરૂપણ થયું. હવે આપણે મદ્રાસ તરફ વળીએ. તે પ્રદેશમાં બ્રિટિશ અને ફ્રેંચ લોકો વચ્ચે યુદ્ધ ચાલતાં હતાં પણ તે ૧૭૬૩ ના પારિસના સંધિથી બંધ પડયાં.
દક્ષિણ હિંદુસ્તાનની માલિકી માટે આ બે રાજ્યસત્તાઓ વચ્ચે બહુ કદ વિગ્રહ ચાલ્યો હતો. પ્રથમ તો હિંદમાં કાન્સનું સામ્રાજ્ય સ્થાપવાની શરૂઆત કરનાર દુપ્લે અને રોબર્ટ કલાઈવ વચ્ચેના પ્રસંગમાં કલાઈવે દુપ્લેની અપૂર્ણ ઈમારત તોડી પાડી. તે પછી પૂર્વના દેશોમાં કાન્સની સત્તાના અસ્તિત્વ માટે બુદ્ધિમાન ખુરસી અને ઉગ્ર સ્વભાવના લાલી એ બે સરદારોએ સ્વદેશ વત્સલતા, ભર્યા આત્મરક્ષણના યત્ન કર્યા; તેમાં આયર કૂટે એમને હરાવ્યા. પારિસના સંધિમાં ઇંગ્લંડના વિજયનો અંગીકાર થયો તે પછીથી હિંદુસ્તાનમાં કાજો ઈંગ્લડની હરીફાઈ કરવી બંધ પાડી.
આ લડાઈઓના વારંવાર કથાયેલા ઈતિહાસને બાજુ ઉપર રાખીને લેકની આર્થિક સ્થિતિના નિરૂપણ ઉપર આવીએ. કારણકે હિંદુસ્તાનને ઈતિહાસ એ હિંદુસ્તાનમાં કાન્સ અને ઈંગ્લેંડ વચ્ચેનાં યુનો ઈતિહાસ નથી પણ હિંદુસ્તાનના લોકોના આર્થિક અને સામાજિક સ્થિતિને, તેમનાં વેપાર ઉદ્યોગ અને ખેતીને ઇતિહાસ છે. અને આ ખરા ઇતિહાસ ઉપર બહુજ જૂજ લક્ષ અપાયેલું છે, તેથી જ આ ગ્રંથમાં એકલા તેજ વિષયનું નિરૂપણ કર્યું છે.