________________
પ્રકરણ ૨
.
ગયું છે અને તેથી દેશની ખેતીમાં અને વેપારમાં સુસ્તી આવી ગઈ છે. * * * *
આ દેશને ફરીથી આબાદ કરવા સારૂ અને તેને જગતના આ ભાગમાં બ્રિટિશ સ્વાર્થ અને સત્તાના સંગીન આધાર રૂપ બનાવવા માટે આપણી રાજ્યવ્યવસ્થાનાં ધોરણમાં વાસ્તવિક ફેરફાર કરવાની અનિવાર્ય આવશ્યકતા છે. * * * *
ત્યારે આપણે માથે સાર્વજનિક સ્વાર્થને જેથી બેશક નુકશાન થાય છે તેવાં વર્તમાન દૂષણોના ઉપાય કરવાનું કામ આવી પડયું છે; અને નિયત જમાલન્દીથી અચળ પટ આપવાથી આપણી રૈયતને હિંદુસ્તાનમાં સુખીમાં સુખી રૈયત બનાવી શકીશું.
૧૭૯૧ ના નવેમ્બરમાં દસ વર્ષના બંદોબસ્તને માટે એક કાયદો બહાર પાડો અને ૧૭૮૩ માં બંગાળાના દરેક જીલ્લામાં બંદોબસ્ત થઈ ગયો. બંગાળા, બિહાર, અને ઓરિસામાંથી ૨,૬૮,૦૦,૪૮૯ બે કરોડ અડસઠલાખ નવસે નેવાશી રૂપિયા ઉપજ્યા. આ રકમ તે સૈકાની શરૂઆતમાં જાફરખાન અને સુજાખાનને ઉપજેલી રકમ કરતાં લગભગ બમણી હતી. અને કમ્પનીની દીવાનીના પહેલા વર્ષમાં (૧૭૬૫-૬૬) માં બ્રિટિશ દેખરેખ નીચે મહમદ રેઝાખાને ઉપજાવેલી રકમના કરતાં પણ બમણી હતી. એટલે આ આંકણી જેટલી સખ્ત થઈ શકે તેટલી સખ્ત હતી, અને એ છેવટની અને અચળ છે એવું જાહેર થી આટલી બધી ચઢાવી દેવાનું શક્ય બન્યું હતું.
૧૭૯૨ ના સપ્ટેમ્બરમાં કમ્પનીના રાજ્ય કર્યાધ્યક્ષોએ આ પરાક્રમનાં વખાણ કર્યા અને અચળ પટા કરી આપવાની મંજુરી આપી. ૧૭૯૩ ના માર્ચમાં ઑર્ડ કેર્નલિસે થયેલી અથવા થતી જમાબન્દી અચળ છે, એવું જાહેરનામું કુહાડ્યું. તે જાહેરનામાની પહેલી ત્રણ કલમો આ પ્રમાણે છે,