SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ ૭પ જામનગરના ઇતિહાસ. (ષષ્ઠી કળા) ચૌદસે મણ સેનાચાંદીના દાગીના, ચાર હજાર મણ ચાંદી અને ચાલીશ મણ જવાહર લુટી ગયો તેમજ સ્થાનેશ્વરની લુટમાંથી એક મોટું માણેક તોલા સાઠના વજનનું મળેલ હતું મહમદ જ્યારે કનોજપર ચડી આવ્યો ત્યારે તેના લશ્કમાં એકલાખ ઘોડેસ્વાર અને વીસ હજાર યાદલ સિપાહીઓ હતા, તે ઓચિંતો આવતાં કનજના રાજા કુંવરરાયથી બીલકુલ તૈયારી થઈ શકી ન હતી તેથી કેટલીક સેનામહેરે ભેટ આપી મહમદને વળાવ્યો આ વખતે કનેજ શહેર ૩૦ માઇલના ઘેરાવમાં હતું તેમાં ૩૦ હજારતો તાળીઓની દુકાને હતી રાજા કુંવરરાયની કેજમાં એવખતે પાંચલાખ ગાદલ સિપાહી અને ૩૦ હજાર ઘોડેસ્વાર હતા. કાજથી વળતાં મહમદે ૨૦ દિવસ મથુરા લુંસું અને તેમાંથી સે ઊંટ ચાંદી ને પાંચ ઉંટ સેનાના ભરી લઈ ગયો તેમજ પ૩૦૦ માણસોને પકડી ગુલામ બનાવી સાથે લઇગયો. (૧૫૫) ૧૮ જામ સાંધભડ (શ્રી કુ. થી ૧૦૦) (વિ. સં. ૧૧૧૨ થી ૧૧૮૨) જામ સાંધભડના વખતમાં ઘણુજ શાન્તિ હોવાથી ખાસ કાંઈ જાણવા જોગ બનાવ બન્યો ન હતો, તેને બે દીકરાઓ હતા, જાડ અને વૈરજી જામ સાંધભડના ગુજરી ગયા પછી નગરની ગાદીએ જામ જાડે આવ્યો. (૧૫૬) ૧૯ જામ જાડો (શ્રી કુ. થી ૧૦૧) (વિ. સં. ૧૧૮૨ થી ૧૨૦૩) જામ જાડો ઘણેજ પ્રજાપ્રિય રજા હતો, તેનો જન્મ સંવત ૧૧૬૦માં થયો હતો, અને સંવત્ ૧૬૮૨માં ગાદીએં આવ્યો હતો. તેને પુત્ર નહિં હોવાથી પોતાના નાના ભાઇ વૈરજીના બે પુત્ર (એક લાખે અને બીજે લાખીયાર નામના બેલડાના જન્મેલા) હતા, તેમાંથી લાખાને દત્તક લઇ નગરસમૈની ગાદીએ બેસાર્યો હતો, પણ પાછળથી જામ જાડાને એક પુત્ર થયે, તેનું નામ “ ઘાજી પાડયું હતું. (૧૫૭) ૨૦ જામ લાખ જાડેજે (શ્રી કુ થી ૧૦) (વિ. સં. ૧૨૦૩ થી ૧૨૧) જામ જાડાના સ્વર્ગે ગયાપછી ગાદી માટે જામ લાખા તથા તેના એરમાન ભાઇ ઘાયાજી સાથે મોટી તકરાર થઈ અને તે તકરારથી કંટાળી જઇને તેમજ ઘાયાજીને પક્ષ વધુ બળવાન જોઈને લાખો પોતાના જેડીઆ ભાઈ લાખીયારને લઇ કચ્છમાં આવ્યો, એ વખતે કચ્છમાં અહિવનરાજ ચાવડાના વંશજો મેટાભાગ ઉપર રાજ્ય કરતા હતા, તે સિવાય પઢીયાર, વાઘેલા, સોઢા, વગેરે નાનાં નાનાં રાજ્યો પણ કચ્છમાં હતાં, ચાવડા વંશને પંદરમે રાજ પંજી ઘણે નબળે
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy