SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીયદુવંશપ્રકાશ (પ્રથમખંડ) ઉપરની રીતે રાજ્યને બંદોબસ્ત રાખવામાં જામ કાકુ ઘણે કુશળ રાજા હતો. (૧૫૩) ૧૬ જામરાયધણ (શ્રી ક. થી ૯૮ ) (વિ. સં. ૧૦૨ થી ૧૯૯૨) જામ રાયઘણના વખતમાં તુર્કી વંશને મહમદ ગજની હતો તેણે ગીજનીમાં પોતાની સ્વતંત્ર સત્તા જમાવી મુસલમાનેના મોટા લશ્કરથી હિંદપર ૧૭ સત્તર સવારી કરી હતી અને હિંદના રજપુત રાજાઓએ તેના સામી સપ્ત લડાઈઓ ચલાવી હતી તેમાં સિંધના જામ રાયઘણજી પણ મોટું સન્મ લઇ લડવા આવેલ હતા. મહમદ વિ. સં. ૨૦૦૯ માં મનાથ મહાદેવનું દેવળ તોડયું હતું તેમાં પ૬ થાંભલા જવાહીરથી જડેલા હતા, ૨૦૦ મણ વજનની સોનાની સાંકળથી ઘંટા લટકતી હતી. બે હજાર ગામ તેના ખર્ચ માટે જુદા જુદા રાજાએથી મળેલાં હતાં બે હજાર બ્રાહ્મણે તેના પૂજારી હતા. ત્રણ દિવસ ભયંકર લડાઈ ચાલી તેમાં દેશદેશના તમામ રાજપુતો લશ્કર સાથે આવ્યા હતા પાંચ છ હજાર રાજપુતો કામ આવ્યા બાદ મહમદે એકભારે ગદા મૂર્તિ પર મારી કટકે કટકા કરી નાખ્યા તેમાંથી અમૂલ્ય હીરા, માણેક, મોતી, જવાહર, સેનું, ચાંદી, નીલ્યાં હતાં, લીંગના ટુકડા મા મદિના મેકલી દઇ તેની મજીદના પગથીયામાં જડાવ્યા ને બે ટુકડા ગીજનીમાં પોતાની કચેરીની સીડીમાં જડાવ્યા. સેમિનાથના મંદિરમાંથી દશ પંદર કરોડ રૂપીઆને માલ મહમદ લઈ ગયો વળતાં સિંધમાં આવતાં જામ રાવણે રસ્તામાંનાં જળાશયોમાં સિંધની સરહદ સુધી ઝેર નખાવેલું હોવાથી તેનું લશ્કર (તથા પોતે) પાણુવિના દુ:ખ ભોગવી મરણને તેલ થઈ મહા મુશીબતે ગીજની પહોંચ્યું હતું. (૧૫૪) ૧૭ જામપ્રતાપ ઉપલી (મી. થી ૯૯) (વિ. સં. ૧૯૯૨ થી ૧૧૧૨) જામ પ્રતાપ પણ પંજાબના રાજા અંનગપાળ ઉપર વિ. સં. ૧૦૬૪માં મહમદ ચડી આવ્યો, ત્યારે તેની મદદે ગયો હતો તેમજ ઉજૈન, ગ્વાલિયર, કલિંજર, કનાજ, અજમેર, દિલ્હી, વિગેરેના રાજાઓ પણ આવેલ હતા. પેશાવર પાસે લડાઈ થઈ તેમાં માનંગપાળ બધા રાજાઓનો સન્યાધિપતિ થયો પરંતુ તેનો હાથી એકદમ રણક્ષેત્રમાંથી ભડકી ભાગતાં ઉન્મતથઈદોડાદોડી કરતાં લશકરમાં મોટું ભંગાણ પડયું તેથી મહમદ નગરકોટમાં દાખલ થઈ જબરી લુંટ કરી સાત લાખ સોનામહોર, ચારસો મણ સોનું જ આ રાજા ૨૫ વર્ષની ઊમરેંજ ચાલાક શુરવીરનેં પ્રતાપી નીવડવાથી જામરાયઘણું વિ. સ. ૧૯૬૩માં પિતાની હૈયાતીમાંજ ગાદીએ બેસાડી પોતે શીવપૂજન વિગેરેમાં કાળ ગુજારતા હતા.
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy