SearchBrowseAboutContactDonate
Page Preview
Page 843
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીયદુવંશપ્રકાશ. [વતીયખંડ એ રતનું બારહઠજી પણ આવેલા અને ઝાલાવાડ પ્રાંતમાં આવેલા મુળી ગામે ચભાડ રજપૂતો સામેના યુદ્ધમાં સેઢાઓ સાથે રહી બારભથ્રી સરદારો અને ત્રણ રતનું બારટજી કામ આવ્યા હતા. વગેરે હકિકતનું કાવ્ય આ ઈતિહાસના પ્રથમ ખંડમાં જામશ્રી રાવળજીની હકિકતમાં પૃષ્ઠ ૧૬૪મે આપેલ છે. જેથી તે વિષે ફરી નહિં જણાવતાં માત્ર કવિ (ઇ કર્તા)ના કુળને અત્રે ઉલ્લેખ કરું છું. મુળીમાં બારમા સૈકામાં આવેલા રતન કુળમાં કવિના પિતામહ બનાભાઈને જન્મ અઢારના સૈકામાં થયો હતો. તેઓ એક વખત કીશોરવયમાં પિતાનાં માતુશ્રી સાથે કાઠીઆવાડમાં સગા સબંધીઓમાં જતા હતા. રસ્તામાં ગઢડા ગામે સાંભ ળ્યું કે અત્રે સ્વામિનારાયણ નામના ભગવાન છે. તેમનાં માતુશ્રીની દર્શન કરવાની ઈચ્છા થતાં. તેઓ બંને ગઢપુરમાં આવ્યા, તે સંપ્રદાયના રિવાજ મુજબ તેમના માતુશ્રીએ સ્ત્રીઓની સભામાં જઈ, સ્વામિનારાયણના દર્શન છેટેથી કર્યા. અને ગઢવી બનાભાઈએ મહારાજ સન્મુખ જઈ બે હાથ જોડયા શ્રીજીમહારાજ એ વખતે નીમ્બવૃક્ષ નીચે સભા કરી બીરા જ્યા હતા. ત્યાં કોઈએ ઉત્તમ જાતિની કેરીઓ ધરી હતી, તેમાંથી એક કેરી લઈ મહારાજ જમતા હતા. સભામાં આવેલા કિશોર વયના ગઢવી સામું જોઈ મહારાજે પુછ્યું કે કયાં રહેવું ?' “રહેવું મુળા” “કેવા છો?” “ગઢવી” મહારાજ કહે “બ્રહ્મમુનિ આ તમારા આવ્યા.! છોકરા! લે કેરી” એમ કહી મહારાજશ્રી જમતા હતા તે પ્રસાદિની કેરી આપી. તે તેણે અંગરખાની ચાળ લાંબી કરી તેમાં લીધી એ મુમુક્ષુ જીવ ઉપર શ્રીજીની પ્રસન્નતા જોઈ, સદ્દગુરૂ બ્રહ્માનંદ સ્વામિએ તે જ વખતે તેઓને વર્તમાન (દારૂ, માંસ, ચોરી અને વ્યભિચાર ન કરવાની પ્રતિજ્ઞા લેવરાવી તે) ધરાવ્યાં. અને કંઠી બાંધી, વાંસે થાબળી સ્વામિનારાયણની માળા ફેરવવાનું નિયમ આપ્યું. પછી તેઓ દર્શન કરી, તે સભામાંથી તુરતજ પોતાના માતુશ્રીને આવી મળ્યા. અને શ્રીજી મહારાજની પ્રસાદિની કેરી તેઓ જમ્યા. તેમજ કંઠી બાંધી, નિયમો આપ્યાની વાત કરી. તેથી તેમનાં માતુશ્રી બહુજ રાજી થયાં, શ્રીજી મહારાજની અલૌકિક મુર્તી, હદયમાં સ્વભાવિક જડાઈ જતાં તેઓએ મહારાજને સાક્ષાત નારાયણને અવતાર જાણી તેમનું ભજન સ્મરણ કરવા માંડયું. ત્યારથી એ કુટુંબમાં સ્વામિનારાયણ સંપ્રદાય અદ્યાપિ પર્યત ચાલુ છે. બનાભાઈ રતનું ને શ્રીજી કૃપાથી પાંચ પુત્રો થયા. તેમાં વચેટ પુત્રનું નામ ભીમજીભાઈ હતું. તેઓએ મુળીમાંજ બ્રહ્માનંદ સ્વામિના શિષ્ય કે જેઓ તે વખતે મુળી મંદીરમાં મહત હતા. તેમના પાસે પીંગળ-સાહિત્યને વિદ્યાભ્યાસ કર્યો. તેમણે લગભગ ૧૦૦ છંદ-દુહાઓ અને ૧૦૦ ગીત જીહાગ્રે હતાં. મુળી, એ-ચારણ કવિઓની 'છોટી કાશી” છે. જેથી તે શુભ સ્થળે કવિશ્રી ભીમજીભાઈએ સાહિત્યને બહેળો અનુભવ લીધો. વિક્રમ સંવત ૧૯૨૬માં તેઓ હાલાર ભુમિમાં પિતાને મોસાળ શીતળાને કાલાવડ [રાજવડ] ગામે આવ્યા. જ્યાં તેઓશ્રીનાં નાની બાકીબાઈબાને પુત્ર નહિ હોવાથી પિતાની દીકરી [અમુબા]નો દિકરો તે મારો પુત્ર છે એમ માની પિતા સાથેજ રાખ્યા. કવિ ભીમજીભાઈના નાનાબાપુ ખેડાભાઈ વહેલાજ સ્વર્ગે ગયા હતા. તેથી તેમનાં વિધવા બાઈબાએ એ ભીમજીભાઈને શાસ્ત્ર વિધી પ્રમાણે દત્તક લઈ દત્તવિધાન કરી આપી. પોતાના કબજાનું ખેરાતી ગામ મોજે રાજડ તથા કાળાવડ તળપદની સ્થાવર જંગમ સર્વ મિલકત સુપ્રત કરી આપી બાશ્રી બાઈબા ૧૯૪૧માં અક્ષર નિવાસ થયાં, દત્તવિધાન
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy