SearchBrowseAboutContactDonate
Page Preview
Page 835
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮. શ્રીયદુવંશપ્રકાશ (૪તીયખંડ) - ભગવાન ભકતને આધિન છે. તેથી ભકતાધિન ભગવાન કહેવાય છે. ભકતે સંકલ્પ ઘારે, તે ભગવાન સિદ્ધ કરે છે. એવા એકાંતિક નારાયણની શુદ્ધ ઉપાસનાવાળા ભકતના દર્શન તો દેવ દેવીઓ પણ ઇચ્છે છે. અને તેની આજ્ઞામાં અહરનિશ હાથ જોડી હાજર રહે છે. એ તે ભકતને ઈશ્વર સાથેની એકતાનો પ્રભાવ છે, તે પ્રભાવ ઇસરદાસજીમાં ખાસ હતા. કરણને સજીવન કરવામાં, હનુમાન, ચંદ્ર, શુક્ર, ધનવંતરીને બે લાવતાં સર્વ હાજર થયા. અને કર્ણને સજીવન કર્યો. આમ પરમાત્મા સાથે એક્તા હોવાથી આ જગતમાં તેઓ ઇસરકા પરમેશ્વરા' એ નામે ઓળખાયા. છેવટે યોગી જેમ સદેહે સમાધિ લક્ષ લહે છે તેમ સેંકડો માણસોની દષ્ટિ ગોચરે સચાણું ગામ ઘેડા સહિત સદેહે સમુદ્રના જળ ઉપર ચાલી અદશ્ય થયા. આમ સ્વતંત્ર રીતે મૃત્યુ લેકમાંથી માનવદેહે અંતરીક્ષ થવાતું નથી પરંતુ તેઓ તે સાક્ષાત પ્રરી બ્રહ્મ શ્રીકૃષ્ણ નારાયણની ઉપાસનાવાળા એકાંતિક ભકત હોવાથી, ઉપર પ્રમાણે અદ્દભુત ઐશ્વર્ય બતાવી આ અસાર સંસારનો ત્યાગ કરી, વિ. સં. ૧૬૨૨ના ચૈત્ર સુદ નવમી બુધવારે ૧૦૭ વર્ષનું આયુષ્ય ભોગવી પરમપદને પામ્યા હતા. તે વિષેના બે દુહા છે કે – | વોહો इसर घोडा झोकीया, मह सागर के माय । तारण हारा तारशे, सांयां पकडी बांय ॥ १ संवत सोळ बावीस बुद्ध, सुद नवमी मधु मास । इशाणद कवि उद्धरे, विश्व को विश्वास ॥ २ * શાસ્ત્રો કહે છે કે “ જેના કુળમાં ભગવાનને ભકત થાય, તેના એકેતેર પરીઆ ઉદ્ધરે છે. તે સત્ય છે. પરંતુ શાસ્ત્રકારોએ ખુલાસો કરેલ છે કે તે ભકતના કુળમાં ઉત્પન્ન થએલાઓ જો તે ભકતનું મહામ્ય સમજે અને તેઓએ સાચવેલી ધર્મ મર્યાદા પાળી તે ભકતે કરેલી શુદ્ધ ઉપાસના પ્રમાણે વર્તી, એ ભકતને ગુણ ગ્રહણ કરે તેજ તેને ઉધાર થાય. નહિં કે તેનાથી ઉલટી રીતે વર્તી અધર્માચરણ કરી, ક્ષુદ્રદેવની ઉપાસના કરવાથી ઉદ્ભર થાય તે વાત નિ:સંશય છે, એમ સદ્દશાસ્ત્રોનો મત છે. ઈશરદાસજી તો ચોખું કહી ગયા છે કે - રોટ્ટો ! तलभर माटी जे भ्रखे, सुरा पानसें हेत । ' ' ના ન લત છે, વાધા હું સમેત છે ?
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy