SearchBrowseAboutContactDonate
Page Preview
Page 834
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ પશુ] જામનગરનું' જવાહોર, ૧૨૭ અમરેલીથી ચાર્લી આપેલા વચનની યાદી લાવી, ઇસરદાસજી સાંગા ગાઢને ઘેર આવ્યા, ત્યારે સાંગાજીની માએ રસા તૈયાર કરી, થાળ પીરસી, જમવા બેસવા વિનંતી કરી, એ વખતે ઇસરદાસજીએ સાંગજીને લાવવા કહ્યું. પછી ડેાસીની હિંમત નહિ રહેતાં; તે રાવા લાગ્યાં અને કહ્યું ‘‘સાંગા વાછરડાં ચારવા ગયા હતા, ત્યાં વરસાદ થતાં વિણું નિંદમાં પૂર આવ્યું. બધાં વાછરડાં પાર ઉતરી ગયા, પણુ એક નાની નબળી વાડી પુરમાં તણાવા લાગી. તેથી સાંગે તેની મદદમાં ગયા. ત્યાં નદીમાં વિશેષ પૂર આવતાં, તે વાછડી સાથે તણાઈ મરણુ પામ્યા. આ કામળી આપને આપવાનું તેના ગેાવાળીઆ મિત્રાને ઉંચા સાદ કરી મને કહેવાનું કહી ગયા છે.' એમ કહી ડૅાસી રડવા લાગ્યાં. હકિકત સાંભળી ઇસરદાસજીને દયા આવી તેથી અનાજ નિહું જમતાં તુરતજ ગામના માણસા સાથે સાંગા તણાયા હતા તે સ્થળે તેએ ગયા ત્યાં જઇ નદીના કિનારે ઉભા રહી ઉંચે સાદે પ્રભુ પ્રાÖનાના નીચેના દુહા ખેલવા લાગ્યાઃ—— वेते जळ वेणुं तणे सांगा देने साद । कव पत शखण काज वाछां सोतो वेराउत ॥ १ बाछड धेनु वाळतां जमराणां ले जाय । तो धरम पंथ कुणधाये वार करे वा वेराउत ॥ २ कांबळ हेकण कारणे सांगो जो संताय । तो हुडीयंद नह देखाय वेराउत वहाणा समय ।। ३ सांगा जळ थळ संभळे इशर तणो अवाज । वेगे वळ्य सिद्ध कर वचन कांबळ बगशण काज ॥ ४ सांगाने वछडा सहित दीओ रजा जदुराज । सेंवक इशरदासरी राखो पत महाराज ॥ ५ ઉપર પ્રમાણે દાઢા ખેલતાંજ નદીના કારમાંથી વાડાં સહિત સાંગાજીએ આવીને ઇસરદાસજીના ચરણામાં મસ્તક નમાવ્યું. પછી ઇશરદાસજી સાંગાજીને સાથે લઇ ગામમાં આવ્યા તેમના માતુશ્રી સાંગાજીને જોઇ બહુ ખુશી થયા. ગામલેૉડ્ડા પણુ ઇશરદાસજીને મહાન અવતારી પુરુષ જાણી પગમાં પડવા લાગ્યા. ઇસરદાસજીએ સને આશીર્વાદ આપ્યા સાંગાજીના પ્રેમને લીધે સરદાસજી એ ત્રણુ દિવસ ત્યાં શકાયા. પછી સાંગાજીએ કાંબળા આપ્યા તે લઇ તેએ જામનગર આવ્યા.— મહાત્મા ઇસરદાજીએ અનેક કાવ્યા રચ્યાં છે, છેવટે ‘હરિરસ'નું કાવ્ય રચ્યા પછી તેઓએ કાઇનું કાવ્ય રચેલ નથી. એ હિરરસમાં, વેદ શાસ્ત્ર, ગીતા, ભાગવત્ આદિ પુરાણ, વગેરેતેા સાર વર્ણવી એક પુરૂષોતમ પરીબન્ન નારાયણની શુદ્ધ ઉપાસના, સ્વામિ–સેવક ભાવે વર્ણવી છે. અર્નિશ તેએ શ્રીકૃષ્ણ નારાયણનીજ ઉપાસના કરતા. તેની સાબીતીના તેએશ્રીને! એકજ ઉપદેશી દુહેા ખસ છે જે:— अवध नीर तन अंजली टपकत श्वास उसास । हरिजन बीन जात हे अवसर इसरदास ॥ १
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy