________________
૧૧૮
શ્રીયદુવશપ્રકાશ
(તૃતીયખંડ)
તે। શ્રીઆણદાબાવાના દારા હાથને કાંડે માંધવાથી તાવ નાશ પામવા લાગ્યા. હજી પણ શ્રીઅન્નદગુરૂના નામને દારા ઘીને ધુપ દઇ કાંડે બાંધવાથી તાવ ઉતરી જાય છે. અને અનેક મનુષ્યા તેના શ્રદ્દાથી ઉપયેાગ કરે છે, કાષ્ટને જમણુ વાર અર્થાત્ જ્ઞાતિ ભેજન વિગેરે હાય ત્યારે શ્રી આણદાબાવાને પધરાવે એમના સત્કાર કરે અને જે પાત્રમાં મિષ્ટાન ભર્યાં હાય તે પાત્રને હાથ અડાડવા પધરામણી કરનાર ખાવાજીને વિનવે ખાવાજીના હાથ અડે એ વસ્તુ કર્દિ ખુટેજ નહિ. આવા અનેક દાખલા બનેલા, જામનગરના શ્રીમાળી વૈશ્ય સાનીની જ્ઞાતિ પણ ત્યારથી તે આજ પર્યંત સમયે શ્રીઆણદાબાવા અને તે પછી એમના જે જે શિષ્યા થયા તેઓને પેાતાને ત્યાં પધરાવે છે. અને સદાવ્રત (ચકલા) માટે પ્રથમ મિષ્ટાન્નના અમુક થાળ મેાકલાવી પછીથી સૌ ક્રાઇ પ્રસાદ લે છે, પેાતાની જ્ઞાતિમાં આવા એક મહાન્ મહાત્મા થયા તેનું તેઓને અદ્યાપિ અભિમાન છે.
શ્રી અન્નદગુરૂએ અષ્ટાત્તરશત અર્થાત્ એકસા આ વર્ષોંનું આયુષ્ય ભાગવ્યું અને સમગ્ર જીવન ભગવદ્ ભકિત અને સાધુ સંતાની સેવામાં સમર્પણ કર્યું, અને દુનીઆમાં બહુ પ્રસિદ્ધિને પામ્યા, ઉદાહરણ તરીકે.
એક સમયે જામનગરથી કેટલાએક ગૃહસ્થા કાશી યાત્રાએ ગએલા ત્યાં કાઇએ પુછ્યું જે “આપ લેાક કહાં કે રહનેવાલે હૈ'' ત્યારે નગરના ગૃહસ્થાએ જવાબ આપ્યા કે જામનગર રહીએ છીએ ત્યારે પેલા કાશીના મનુષ્યે કહ્યું જે આણદાબાવાકી જામનગર આ સાંભળી જામનગરના મનુષ્યાની મહાત્મા શ્રીઆણુદાબાવાની જગ્યા તરફ અપાર મહા વધતી ગઈ.
જ્યારે મહારાજશ્રીએ જગતમાં પેાતાની ઉજ્જવલ કીર્તિ પ્રસરિત કરેલી હતી ત્યારે એક વખત પેાતાના મનમાં એવા સંકલ્પ થયા કે ‘“કાઇ એક ભગવદિઇચ્છાનુસાર મુમુક્ષુ, સાધુ સંતાની સેવા કરનાર ઉપસ્થિત થાય તે આ સેવાનું અપૂર્વ કા તેનેજ સમ, કારણુકે મારી વૃદ્ધ અવસ્થા થઇ છે.” આવી રીતે સત્સંકલ્પના અંતે એક: મુળ' નામના મુમુક્ષુ શિષ્ય તેઓશ્રીનાં શરણેામાં આવ્યા.
આ મુળજી મહારાજશ્રીના ચરણામાં અનન્ય શ્રદ્ધા રાખતા હતા તેને મહારાજશ્રીના શરીરની તથા સદાવ્રતની સેવા મન, કર્માં વચનથી શરૂ કરી. થેાડા વખત જતાં મહારાજશ્રીએ તેઓને દિક્ષિત કર્યો અને મૂળરામદાસજીએવું નામ રાખ્યુ' મુળરામજી પોતે બહુ શાન્ત અને સાધુ સેવામાં ધણા ઉત્સાહી હતા અને તેએ ગામડામાં જઇ સેવકૈામાંથી અન્ન વિગેરે લાવી સદાવ્રતની અભિવૃદ્ધિના પ્રારંભ કર્યો કાળને કાષ્ઠ જાણી શકતું નથી. જ્ઞાનીઓના ક્ષણલંગુર દેહા પણ વિનાશને પામે છે. આ નિયમાનુસાર બાવાસાહેબ શ્રી આણદાબાવા આ જગતમાં ધણાકાળ રહી. પ્રાયઃ એકસેા આઠ ૧૦૮ વનું આયુષ્ય ભોગવી સ્વ સ્વરૂપમાં લીનથયા,
શ્રી બાવા સાહેબના વૈકુંઠવાસ પછી શ્રી મૂળરામજી મહારાજે રાજ્યમાં તથા પ્રજામાં બહું કીર્તિ મેળવી અને સાધુ સતાની બહુજ પ્રેમથી સેવા રારૂ કરી, શ્રી મૂળરામજી