SearchBrowseAboutContactDonate
Page Preview
Page 820
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણપમું] જામનગરનું જવાહર. ૧૧. જામશ્રી વિભાજી સાહેબ તેઓના તરફ અત્યંત પ્રેમ ધરાવતા અને કેટલીએક અમૂલ્ય બક્ષિસો આપી, યોગ્ય માનપાનથી તેઓનો સત્કાર કરતા. આદિત્યરામજીએ ગેસ્વામિશ્રી વૃજનાથજી મહારાજ સાથે શુભતીર્થ યાત્રામાં રહી, કલકત્તાથી દ્વારિકા સુધી તથા દિલ્હીથી પુના સતારા સુધી મુસાફરી કરી હતી. તેમજ જોધપુર, જયપુર, બીકાનેર, બુંદી કોટા ઉદેપુર, ગ્વાલીઅર, કાશી. ઉજજન, મથુરા, જગન્નાથ. કલકત્તા વગેરે હિંદુસ્તાનના મુખ્ય શહેરોમાં જઈ સંગીતાર્થની મોટી સભાઓમાં તેઓએ સંગીત ચર્ચાઓ કરી હતી. કોઈપણ શહેરમાં આદિત્યરામજી આવ્યાના ખબર થતાં, પાખંડી, ઢોંગી અથવા સંગીત વિદ્યાના દંભીજનો શહેરમાં સંતાઈ રહેતા અથવા તે બીજે ગામ જતા રહેતા. એટલે બધે તેઓને સંગીત વિદ્યાસંબંધે ઓજસ પડતે વિ. સં. ૧૯૨૪માં શ્રીમાન વૃજનાથજી મહારાજ ગૌલોકવાસી થયા પછી તેઓ ઘણા ઉદાસ રહેતા. તેમણે પિતાના અને પુત્રને સંગીતવિદ્યા સંપૂર્ણ શીખવી હતી. તેમજ જામનગરમાં કાઠીયાવાડમાં તેમને શિષ્ય વર્ગ મોટા પ્રમાણમાં છે. તેઓશ્રીની જ્ઞાન શકિતથી ગમે તેવું કઠીન વાદ્ય પણ તેમને હાથ સુલભ હતું. પિતે મધુર ગંભીર અને બુલંદ અવાજથી મેઘ સમાન ગરજી અનેક રાગ રાગિણીઓ ગાઈ શકતા, અને મૃદંગવાઘતો પોતાનું જ કરી રાખ્યું હતું. માત્રાઓના હિસાબથી લયના ભિન્નભિન્ન સ્વરૂપમાં એક પરાલ જુદા જુદા તાલેમાં લાવી આપવી ને તેને હિસાબ ગોઠવો તે પણ તેમનીજ મુખ્ય શોધ છે. તેમની બનાવની ગતે પલટા વિગેરે મશહૂર છે. પોરબંદરના ગેસ્વામિ શ્રીમાન દ્વારકાનાથજી મહારાજશ્રી પણ તેમનાથી જ મૃદંગવાઘ શીખ્યા હતા. રાજપુતાનાના મહાન ઉદાર સંગીતવિદ્યા મશહૂર મહારાજાએ તરફથી આદિત્યરામજીને છત્ર ચામરાદિક રાજચિહ બક્ષી ઉત્તમ પંકિતના અમીર તરીકે રહેવા જવાના અનેક આમંત્રણ આવતાં પરંતુ શ્રી વ્રજપતિ મહારાજ અને જામશ્રી વિભાજીથી વિખુટા પડી દ્રવ્યનો લાભ કરવો તે તેની મરજીથી વિરૂદ્ધ હતું. તેમણે રાજ તથા રંકને સરખું વિદ્યાદાન આપી, જામશ્રી વિભાજીની ૩૦-૩૫ વર્ષ સંગીતાચાર્ય તરીકેની નોકરીની ફરજ અદા કરી હતી. ભાવનગર) ધ્રાંગધ્રા, વઢવાણ, રિબંદર વગેરે રાજ્ય કર્તા આદિત્યરામને પૂર્ણ સત્કાર કરતા. ઉદેપુર (મેવાડ)ના મહારાણાશ્રી સજનસિંહજી જી. સી. એસ. આઈ. સાહેબે સંગીતાદિત્ય ગ્રંથ વાંચી આદિત્યરામજીનાજ મુખથી સમજવા ઉદયપુર બોલાવ્યા હતા. પરંતુ ઈશ્વર ઈચ્છા થી તે વખતે તેઓ બિમાર હોવાથી જઈ શક્યા ન હતા. - વિ. સં. ૧૯૩૬માં તેઓ પિતા પાછળ કેશવલાલ તથા લક્ષ્મીદાસ નામના બે પુત્ર અને ત્રણ પુત્રીઓ મુકી ગૌલેક વાસી થયા હતા. તેઓ સંસ્કૃત, હીંદી, ગુજરાતી, ફારસી, ઉરદુ વગેરે ભાષા પર સારો કાબુ ધરાવતા હતા. તેઓએ સંગીતાદિત્યના બે ભાગો રચેલા છે જે છપાઈ બહાર પડેલ છે. જેમાંથી નમુના દાખલ થોડોક ભાગ નીચે આપવામાં આવ્યું છે – * લે કે તેને તાન સેનને અવતાર કહેતા,
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy