SearchBrowseAboutContactDonate
Page Preview
Page 819
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ શ્રીયદુવંશપ્રકાશ (સ્વતીયખંડ) ચઢયા. એ વખતે ગુપ્ત ગંભીર શકિત ઘરાવનાર આ બાળક (આદિત્યરામ) ઉમંગથી વિના પ્રયાસે આનંદ આવતાં પવન તરંગ સાથે ગાનના તાનતરંગ સરખાવી રહ્યા હતા. કામલ મધુર તથા સંગીતના નિયમાનુસાર લયથી ભરપુર રાણ સાંભળતાંજ તેઓને તે બાળક જોવાની ઈચ્છા થઈ, તેથી તપાસ કરાવી નામઠામ વગેરે પુછી રાત્રે નવના ટાઈમે નવાબસાહેબના હજરી બોલાવવા આવતાં આદિત્યરામજી તથા તેમના મોટાભાઈ હરિરામજી બને નવાબશ્રી પાસે આવ્યા, ત્યારથી તેઓએ નવાબશ્રી હજુર રહી સંગીત વિદ્યા સંપાદન કરી તેમજ આર્યવર પંડિત ઘનશ્યામ ભટ્ટજી પાસેથી તેઓએ સંસ્કૃત પંચકાવ્યને અભ્યાસ કર્યો. એક વખત આદિત્યરામજી ગિરનાર પર્વત પર ગયા. ત્યાં તેઓને એક સિદ્ધ મળ્યા. તે સિદ્ધને અતિ આગ્રહથી પોતાને ઘેર તેડી લાવી ભોજન કરાવી પછી સંગીતમાં પ્રભુ ક્તિને મૃદંગ બજાવી ગાઈ સંભળાવી સંતુષ્ટ કર્યા. એથી યોગીરાજે પ્રસન્ન થઈ, આશીર્વાદ આપી વાઘ વિષેની સિદ્ધિ સમજાવી ગીરનાર તરફ ગયા. ત્યાર પછી આદિત્યરામજીએ ગીરનાર પર તે યોગીરાજનો ઘણો તપાસ કર્યો પણ કરી દર્શન થયા નહિં. અને યોગીરાજના આશીર્વાદના પ્રભાવે આદિત્યરામજી ત્યારથી ઉન્નતિને શિખરે ચડવા લાગ્યા. વિ. સં. ૧૮૯૬માં જુનાગઢની ગાદિએ નવાબશ્રી હામદખાનજી આવ્યા. તેઓશ્રી આદિત્યરામજી પાસે મૃદંગ વાદા શીખ્યા હતા. શીખવાની પૂર્ણ આતસ્તા જોઈ આદિત્યરામજીએ નવાબશ્રીને કહેલ જે આપ માત્ર પંદર દિવસમાં જ મૃદંગવાજ્ય સરસ બજાવી શકશે. એટલું જ નહિ પણ મૃદંગપર બજાવતાં સમ પર ત્રગડો પણ આપ લાવી શકશે. બબર થયું. પણ તેમજ. રમત ગમત રમતાં છતાં પંદર દહાડેજ નવાબશ્રી વાઘ બજાવતાં સમપર બરાબર સચોટ લયથી આવી પહોંચ્યા. ત્યારથી આદિત્યરામજીની શિક્ષા પદ્ધતિ સર્વ માન્ય થઈ. વિ. સં. ૧૮૯માં જામનગરના ગેસ્વામિ શ્રી વૃજનાથજી મહારાજના દર્શન માટે તેઓ (વૈષ્ણવ હોવાથી) જામનગર આવ્યા. મહારાજ તેમનું સંગીત સાંભળી અતિ પ્રસન્ન થયા. તેથી મહારાજશ્રીએ તેમને જામનગરમાં પિતાની પાસે રહેવા આજ્ઞા કરી. ધર્મગુરૂની આજ્ઞા શિર ચડાવી તેઓ જામનગર આવ્યા એ વખતે જામશ્રી વિભાજી યુવરાજપદે હતા. તેઓશ્રીને મળવાનું આદિત્યરામજીને મહારાજશ્રી પાસે વખતો વખત થતું વિસં.૧૯૦૮માં જ્યારે જામશ્રી વિભાજી (બીજા) ગાદિએ આવ્યા, ત્યારે તેઓ વિઘાવિનેદમાં મગ્ન હોવાથી જામનગરમાં કાયમના માટે વસવા આદિત્યરામને મહારાજશ્રી મારફત કહેવરાવ્યું, આદિત્યરામજી મુળવતની જામનગર સ્ટેટના હેઇ, ગુરૂની તથા નૃપતિની આજ્ઞા શિર ચડાવી તેઓ જુનાગઢ છેડી કાયમના માટે જામનગરમાં આવી વસ્યા (વિ, સં. ૧૯૦૮) આદિત્યરામજીને કાવ્ય રચવાની પણ કુદરતી બક્ષીસ હતી. તેમણે નવાબશ્રી બહાદુરખાનજી તથા હામદખાનજી તથા મહેબતખાનજી વગેરેના ગુણ વર્ણનનાં કાવ્યો રચ્યાં છે. જામશ્રી વિભાજી સાહેબ જ્યારથી તખ્તનશીન થયા, ત્યારથી સત્કર્મો કરી પ્રજાને આનંદને હા લેવરાવ્યો તેવા વર્ણનનાં કાવ્યો પણ તેમણે રચેલાં છે. ત્યારપછી તેમણે “સંગીતાદિત્ય નામનું મહાન પુસ્તક લખ્યું. જે આજે સર્વ સ્થળે પ્રસિદ્ધ અને સંગીત વિદ્યામાં માન્ય પદે છે. તેમાં ક્રમાનુસાર રાગરાગીણએ ગોઠવી, નવા ઉદાહરવાળાં કાવ્યો ગે. સ્વામિ વ્રજનાથજીના નામ સાથે રચી સંગીતની મહાન સેવા કરી ગયા છે.
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy