SearchBrowseAboutContactDonate
Page Preview
Page 814
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૫મું] જામનગરનું જવાહર. ૧૦૭ હિંમતવાન, ટેકીલા અને શાંત હતા. તેમના જીવનચરિત્રનું લગભગ ૨૨૫ પાનાનું દળદાર પુસ્તક તેમના ચીઠ શ્રી શંકરપ્રસાદભાઇએ છપાવી બહાર પાડેલ છે. જેમાંથી ઉપરોકત હકિકત લખવામાં આવી છે. માટે વાંચક વર્ગને એ પ્રાતઃ સ્મરણીય ધનવન્તરી અવતારનું વિષેશ ચારિત્ર્ય જાણવા એ પુસ્તક વાંચવા ભલામણ કરવામાં આવે છે. ભદજીની ઉદારતા, તેમના પાછળનું એક લાખ અને બાસઠ હજાર રૂપીઆનું કરજ સિદ્ધ કરી બતાવે છે. જે મોટી રકમનું કરજ કેટલુંક રાજ્યની મદદથી, કેટલુંક ઉદાર શ્રીમંતોની મદદથી ભરાઈ ગયું હતું. અને બાકીને તેમની કમિંસીએ ચુકવી આપ્યું હતું. વિ. સં. ૧૯૫૪ના વૈસાખ વદી ૫ મંગળવારે ભટજી નડીયાદમાં (બિહારીદાસ દેશાઇના કુટુંબમાં) દવા કરવા ગયા હતા ત્યારે ત્યાં પિતાના ભૌતીક શરિરને ત્યાગ કર્યો હતો. ભટજી પિતાના જીવનની છેલ્લી ક્ષણ સુધી દરદીઓને દવા આપવાના પરમાર્થિક કાર્યોમાંજ મગ રહ્યા હતા આવા મહાપુરુષ જામનગરની ભુમિ ઉપર થયા હોવાથી ખરેખર નવાનગર તેમજ સારૂંએ સૌરાષ્ટ્ર મગરૂબ છે, !!! ભટજીના અવસાન પછી તેમના માનમાં જામનગરમાં જ્યારે પ્રજાજનેએ શોક સભા ભરી ત્યારે વાંકાનેરના રાજકવિ નથુરામ સુંદરજી શુકલે કેટલાંક કાવ્ય રચ્યાં હતાં જેમાંના થોડાંક આ નીચે આપવામાં આવેલ છે – कांतो फुट्यां च्यवन मुनिनां चक्षुओ बीजी वार । थाक्या लागे करी करी क्रिया अश्वनिना कुमार। एथी इशे नीज भक्तनी आपदा उर आणी । बोलाव्या छे वहुज विनये झंडु सद् वैद्य जाणी ॥१॥ – શાર્ફટ - कांतो स्वर्गतणा सुवैद्य सुरथी, रिसाइ रोषे रहा । व्याधिना भयथी अधिक अमर, उरें अधीरा थया। एथी मेंळवी हुकम खास हरिनो, दीनोनी छोडी दया। आवी वैद्य वरीष्ट झंडु भट्टने, स्वार्थी सुरो लइ गया॥२॥ - મંડાતા – आपी अपी नित नित नवां औषधो धर्म बा'ने । एतो :कांतो अमर करशे जगत् जीवो बधाने । त्यारे मारे फरी शुं घडवू, धारीने एम धाता। . लीधो खेची नीज भुवनमां, झंड देवांशी दाता ॥३॥ कोप्या कांतो कपाली, धरपर फरतां शुन्य देखी श्मसान।। भुतो प्रेतो पीशाचो भयभित नीरखी कोपीया तुर्ततानो ।
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy