SearchBrowseAboutContactDonate
Page Preview
Page 813
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ શ્રીયદુવંશપ્રકાશ. તિતીખંડ આવીને કેાઈની રજા લીધા સિવાય પરબારા જામનગર તરફ રવાના થયા. એ વાતની જાણ થતાં, પાછળથી રૂપીઆ ૨૦૦૦)ની હુંડી રાજ્ય તરફથી આવી, તે પણ ભટ્ટજીએ નહિં લેતાં, લખ્યું કે “જો દરબારશ્રીને આરામ થયો હોત, તો હું લાખો રૂપીઆ લેત પણ પરિણામ આવું આવ્યું, માટે હવે મારે એક પાઈ પણ ન ખપે. પરિણામ મારા જાણવામાં હતું છતાં એમના સંતોષ ખાતરજ હું એટલા દિવસ ત્યાં રોકાયો હતો, જસદણ દરબાર આલાખાચરના કુટુંબમાં એક કુંવરી બિમાર હતાં. તેમની દવા કરવા ભટજીને બોલાવ્યા. દરદ અસાધ્ય હતું. પણ દરદીને ભટ્ટજી ઉપર શ્રદ્ધા હતી, તેથી ભટજી અઢી માસ ત્યાં રહ્યા. પરિણામે અઢી માસે કુંવરીને દેહ છુટી ગયો. તે પછી બીજે દહાડે આલાખાચરે ભટજી બીલ નહિં આપતા હોવાથી દેઢહજાર રૂપીઆ:આપવા માંડયા. પણુ ભટ્ટજીએ કહ્યું કે બેન સજા થયાં હોત તે આપ જે આપત તે હું લેત, પણ હવે હું કાંઈ નહિં લઉં.” તેથી આલાખાચરને ખોટું લાગ્યું. અને ભટજી જેવા માણસને નોકરી ધંધે છોડાવી બે ત્રણ માસ રાખ્યા અને હવે કાંઈ લીધા વગર રાજ્યમાંથી જાય તે રાજ્યનું ઘણું ખોટું દેખાય તેમ માની, પોતાના કારભારી તથા એક લહેરીપ્રસાદ નામના સ્વામિજીને ભટજીને સમજાવવા મેકલ્યા. તેઓએ ઘણી દલીલ કરી, છતાં ભટજી માન્યા નહિં. ત્યારે સ્વામિજીએ કડવા શબ્દો કહ્યા કે “ભટજી તમને તે જમાનાની પણ ખબર નથી. શામાટે આટલા રૂપીઆ મુકી દો છો? કયાં તે ગરીબ છે! દરબારને ઘરમાં ખોટ નહિં આવે, અને તેના ઘરમાં બચાવ્યું શું ગુણ કરશે?” પછી ભટજીએ જવાબ આપ્યો કે “સ્વામિ તમે મને શું કસાઈ સમજો છે? એક તો એના ઘરમાંથી માણસ ગયું અને હું પૈસા લઉં? હા ! એ બચી હોત તો હું લેત બાકી રવામિ ઈશ્વરનેજ એની પાસેથી મને કાંઈ નહિં અપાવવું હોય. નહિંતે આ અઢી મહિનામાં આ જસદણ રાજ્યના ૧૭૦૦ ગરીબ દરદીઓને મેં સાજા કર્યા, ત્યારે એક એ કુંવરી જ શું કામ સાજી.ન થઈ ? અને પૈસા શું ચીજ છે? હજાર હાથવાળા પરમેશ્વર પૈસા આપવા માંડશે, ત્યારે બે હાથ વાળો માણસ કેટલું લઇ શકશે? માટે સ્વામિ હવે તમે મને શરમાવોમાં અને આ ઘડપણમાં મારું પણું–મારી ટેક છોડામાં ગરીબ હોય કે તવંગર પણ દરદી સાજે ન થાય તે હું પૈસો લેતા નથી. એવી મેં આજ સુધી ટેક પાળી છે. હવે આખર અવસ્થાએ એ ટેક નહિં છોડું હું હવે કેટલું જીવીશ? વઢવાણ દરબારના કેશમાં પણ આ પ્રમાણેજ થયું હતું. એક દાકતર ત્યાં આવ્યું ને તરતજ ગયો. અને પિતાની ફી માગી લીધી. ત્યારે મને ત્રાસ થયો હતો કે આતે દાકતર કે કસાઇ ? માટે એ કામ હું નહિં કરું હવે આ બાબતમાં એક શબ્દ આપ મને ન કહેશે. પછી સ્વામિએ આલાખાચર તથા તેમના પુત્રને સમજાવ્યા, કે “ભટજીને વધારે કહેવામાં સાર નથી. તે પિતાની ટેક નહિં છોડે એમ કહી કહ્યું કે “મેં ભગવા પહેર્યા છે પણ અંતરના ખરા ત્યાગી તો એ ભટ્ટજી છે.” ઉપર પ્રમાણે ભજીએ જસદણ રાજ્યમાં અઢી માસ રહી ૧૭૦૦ દરદીઓને આરામ કરી પિતાની ટેક જાળવી જામનગર આવ્યા હતા. ભટ્ટજી સ્વભાવે ઉદાર, દયાળુ, ઉત્સાહી,
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy