SearchBrowseAboutContactDonate
Page Preview
Page 807
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીયદુવંશપ્રકારા. [cતીયખંડ સાહેબના જોષીને કાંઇ થાય તે? એમ બીહીને દાકતરે ના પાડી. તેથી ભટ્ટજીએ કહ્યું કે “અપ ચીરશો તેનું જોખમ મારા ઉપર છે. પણ જો આપ નહિંજ ચીરો તે પછી હું વાણંદને બોલાવી અઆથી મોટું કરાવીશ. કેમકે અંદર ૫રૂ થઈ ગયું છે. તેથી હવે મોટું ન કરવાથી નુકશાન છે” પછી દાકતરે શસ્ત્ર વડે તે ઘણું ચી. અને તેમાંથી પુષ્કળ પુરૂ નીકળ્યું, પછી એ ત્રણને હંમેશાં પંચ વલ્કલના કવાથથી ધોઈ અંદર જાત્યાદિ ધૃત ભરી ઉપર દષધ લેપ બાંધવામાં આવતો હતો. તેથી ત્રણ થોડા સમયમાં રૂઝાઈ ગયું. જામવિભાજીના પ્રાઇવેટ સેક્રેટરી ફરામજી શેઠને વાંસામાં પાડું થયું હતું તેને ભદજીની દવા કરવા જામસાહેબે સુચના કરી. પરંતુ તેણે દાકતરની દવા કરી ઈશ્વરેચ્છાથી આરામ ન થતાં તેઓ ગુજરી ગયા. પછી જામસાહેબ તેને ત્યાં બેસણામાં ગયા હતા. ત્યાંથી પાછા વળતાં, ભટ્ટજીની તબિયત જરા નરમ હોવાથી, તેમને જોવાને ભટ્ટજીને ઘેર ગયા. અગાઉથી બેડી-ગાડે (સ્વારે) આવી કહ્યું કે “જામસાહેબ પધારે છે.” સહુ બેઠકની તૈયારી કરવા લાગ્યા. ત્યાં જામસાહેબ પધાર્યા. અને ઓસરી ઉપર ચડતાંજ “ભટ્ટજી ! સુતા રહે, સુતા રહે, તબિયત કેમ છે ?” એમ પુછયું. તે પણ ભદજીએ ઉભા થઈ સલામ ભરી બહુ સારું છે એમ કહી ખુરસી પાસે નીચે બેઠા એ વખતે એ વખતે ટકાથી પણ સાથે ' હતા. તેના સામું જોઈ જામસાહેબે કહ્યું કે “ટકા ! ટકા ! ફરામજી શેઠ મરી ગયા, મેં તેને કહેલ કે ભટ્ટજીની દવા કરો પણ મારું માન્યું નહિં અને દાકતરની દવા કરી ભટ્ટજી એવા ગુમડાંના કામમાં ઘણું જ સારું જાણે છે.” ભદજીએ હાથ જોડી વિનંતી કરી કે “સાહેબ મારા કરતાં દાકતર સાહેબનું જ્ઞાન ઘણુંજ વધારે છે, મારું જ્ઞાન કાચું છે. કોઈ વખત આંધળાને ઘા પાંસરો થઈ જાય” ટકા જેટલીએ કહ્યું કે” ના, ના, ભટજી આ દરદમાંતો જામસાહેબ સાચું કહે છે. જામનગરના પ્રખ્યાત વિ૦ માહમહોપાધ્યાય શાસ્ત્રીજી હાથીભાઈ ' હરિશંકરની પ્રકૃતિ પહેલાં બહુ નબળી રહ્યા કરતી હતી. તેથી ભદજીએ તેમને વિડંગ તદુલ પ્રયોગ કરાવ્યો હતો. આ પ્રયોગ પોતે કેવી રીતે કર્યો એ વિષે શાસ્ત્રીજી ઝંડુ ભટ્ટજી પષ્ટ ૮૮માં નીચે પ્રમાણે લખે છે કે, વિ. સં. ૧૯૪૬ના શ્રાવણ વદ નવમીને દિવસે ત્રણ વર્ષના પુત્રને તેડી પચેશ્વરના ચેકમાં હું સ્વારી દેખાડવા ઉભો હતો. ત્યાં અશકિતને લીધે પુત્રને પોલીસ ચેકીને પથાર ઉપર ઉભા રાખ્યો હતો. ત્યાં વૈદ્યરાજ બાવાભાઈ તથા ઝંડુ ભટ્ટજીને ભીડભંજન તરફથી આવતા જોયા. એટલે તેમના તરફ વળી પ્રણામ કર્યા. આ વખતે મારો ચહેરો જોઈ બાવાભાઈએ તુરત મારી નાડી જઈ, અને પછી ઠંડુભટ્ટજીને જેવા કહ્યું. નાડી જોઈ બન્નેએ મને કહ્યું કે “તમે ઘેર જઈ આરામથી સુવો.” મને પણ જવરવેશ પહેલેથી જણાતો હતો એટલે ઘેર જઈ આરામથી સુતે. બીજે દિવસે બેય વૈદ્યોએ ઘેર આવી ઔષધોપચાર શરૂ કર્યો. જેથી છ દિવસે જવર નિઃશેષ થયો. તે પછી બાવાભાઈએ એક ચાટણ નિત્ય સેવન કરવા - આપ્યું આ ચાટણ માઘ સુદ ૧૫ સુધી ખવરાવી બંધ કર્યું. પછી ઝંડુ ભટ્ટજીએ ફાગણ સુદ ૧ થી એક માસનું વસંતવૃત કરાવ્યું. જેમાં નિત્ય “વિડીંગતંદુલચુર્ણ ગળોના કવાથી
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy