SearchBrowseAboutContactDonate
Page Preview
Page 806
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૫મું] જામનગરનું જવાહર આવેલા રા.રા. પ્રાણશંકર પ્રેમશંકર ભટ્ટજીને પુછયું કે “આ તાવમાં દોષઘ લેપ શું કરશે ?” ત્યારે ભદજીએ કહ્યું કે “એ બાઈને પેડુમાં ઘણું પાકે છે. એથી જ ત્યાં હાથ લગાડવા જતાં તેની આંખમાં આંશુ આવી ગયા ને શરીર ધ્રુજી ગયું. દેષઘ લેપથી બહાર મોટું થઈને પરૂ નીકળી જશે તો જ તે બાઈ બચશે પરંતુ એ બાઈ બીજે જ દિવસે ગુજરી ગઈ તેને બાળતી વખતે પેટમાંથી ઘણું પરૂ નીકળયું હતું તેમ સાંભળેલું છે. દ્વારકાની શ્રીમત શંકરાચાર્યની ગાદિના સદ્દગત શ્રીમન્માધવતીર્થ પહેલાના આચાર્ય શ્રીમકાજરાજેશ્વરામ સ્વામિ પુર્વાશ્રમમાં બ્રહ્મચારી હતા ત્યારે જામનગરમાં આવ્યા હતા અને હાટકેશ્વરના મંદિરમાં ઉતર્યા હતા. તેમને નાભીમાં એક ઘણુ થયું હતું. જેમાં સોજો અને પીડા ઘણી હતી પિટીસ લગાડવાથી બહુ સૂક્ષ્મ છિદ્ધ થઈને તેમાંથી જરા જરા પરૂ નીકળવા લાગ્યું, બ્રહ્મચારીને બહુ કષ્ટ થતું હતું. તેઓ બીજાના હાથનું રાંધેલું જમતા નહોતા અને આવી ભયંકર માંદગીમાં હાથે રાંધવું તે ઘણું કષ્ટવાળું હતું. એ વખતે જામનગરમાં માધવરાવ નામના દક્ષિણી દાકતર હતા. તેમજ આ બ્રહ્મચારીજી પણ દક્ષિણી હતા. તેથી દાક્તર સાહેબ બ્રહ્મચારીજીને પિતાને ઘેર તેડી ગયા અને બે ચાર દિવસ પિોટીસ બાંધ્યા પછી એ સ્થળે છરીથી માર્ગ કર્યો. આથી જરા વધારે પરૂ નીકળી ગયું અને પિડા શાંત થઈ. તે પણ તે છિદ્ર રૂઝાયું ન હતું. અને તેમાંથી પરૂ આવતું હતું. ઝંડુ ભટ્ટજી સાધુ, સન્યાસી, વિદ્વાન વગેરેને મળવાની પિતાની ટેવ પ્રમાણે આ બ્રહ્મચારી પાસે પણ જતા. તેઓશ્રીએ તે વ્રણને ચિયો પછી જોઈ કહ્યું કે “હજી આ ત્રણ રૂઝાશે નહિ, અને એમાંથી પરૂનો જામી ગયેલે ઘોળે કટકે નીકળશે ત્યાર પછી રૂઝાશે.” થોડા દિવસ પછી તે જગ્યાએ સોજો થયો અને પીડા થવા લાગી તેથી ડોકટર સાહેબે ફરી ચીરવાની વાત કરી. પણ બ્રહ્મચારીજીએ ના પાડી અને ભટ્ટજીની સલાહ લઈ દેષ લેપ બાંધવા માંડયો પછી બ્રહ્મચારીજી ભટ્ટજીની વાડીએજ રહેવા ગયા. દેષન લેપથી પ્રથમ પીડા વધી, અને એક દિવસ બપોરે બ્રહ્મચારીજીને બહુજ પીડા વધવાથી ભટ્ટજી જોવા ગયા, ત્યાં બ્રહ્મચારીના ત્રણમાંથી પિતે કહ્યો હતો તે પરૂ બંધાઈ ગયેલે કટકે નીકળ્યો હતો, તે પછી પીડા શાંત થઈ, ભટ્ટજીએ તેમાં જાત્યાદિ ભરી તે ઉપર દોષને લેપ બાંધવાથી થોડો વખતમાંજ વણ રૂઝાઈ જતાં આરામ થયો. બ્રહ્મચારીજીને ઘણું દહીં ખાવાની ટેવ હતી, અને દહીં અભિષ્યદિ હોવાથી આ પ્રકારનું વ્રણ થયું હતું એમ ભટજીએ પિતાના શિષ્ય વર્ગને સમજાવ્યું હતું. જામ વિભાજીના અતિ માનીતા ટકા જોષીને વાંસામાં ગુમડુ થયું હતું. એ વખતે ભટ્ટજી બહાર ગામ હોવાથી જામસાહેબે તાર કરીને તેડાવ્યા. ભટ્ટજીએ આવીને જોયું તો સોજો કઠણ હતો, ભટ્ટજીએ ટકા જોષીને આશ્વાસન આપી દેષિદ્ધ લેપની ચિકિત્સા શરૂ કરી. જામશ્રીના પુર્ણ કૃપાપાત્ર જોષીને જેવા રાજ્યના દાકતરો અને અન્ય વૈદ્યો પણ ઘણું આવતાં પરંતુ સારવાર તો ભટ્ટજીનીજ ચાલતી દેષન લેપની અસરથી અંદર પાકીને પરૂ થઈ ગયું પણ આડું ચામડીનું જાડું પડ હેવાથી બહાર મોટું થયું નહિ. તેથી ભટ્ટજીએ દાકતરને એ ચમડી ચીરીને મોટું કરી આપવા કહ્યું. પણ જામ
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy