________________
પ્રકરણ કર્યું]
જામનગરનું જવાહર. ભાચાર્યજી મહારાજશ્રીના સમયથી જગપ્રસિદ્ધ છે. એ મહારાજશ્રીને તે સંપ્રદાયમાં સૌ માહાપ્રભુજીના નામથી ઓળખે છે. એ શ્રીમહાપ્રભુજીએ પિતાના ચરણકમળની પ્રસાદીથી જામનગરની ભુમિને પ્રવિત્ર કરી છે. એટલું જ નહિં પરંતુ કાલાવડના દરવાજા બહાર નાગમતિ નદિના કિનારા પર બીરાજી શ્રીમદ્ભાગવતની પવિત્ર કથા મૃતનું અગણિત જનેને પાન કરાવ્યું છે. જે સ્થળ આજે શ્રી મહાપ્રભુજીની બેઠક એ નામે ઓળખાય છે. એ મહાપ્રભુજી શ્રી (૧) વલ્લભાચાર્ય પછી (૨) વિઠ્ઠલનાથજી મહારાજ થયા. પછી (૩) ગીરધરલાલાજી મહારાજ થયા. (૪) શ્રી ગોપીનાથજી મહારાજ થયા. (૫) શ્રી ગોવિંદરાયજી મહારાજ થયા. (૬) શ્રી બાબુરાયજી મહારાજ થયા. (૭) શ્રી ગોવધનેશજી મહારાજ થયા. (૮) બંસીધરલાલાજી મહારાજ થયા, (૯) શ્રી બાલકૃષ્ણજી મહારાજ થયાં. (૧૦) શ્રી વિઠલેશજી (વિઠ્ઠલનાથજી બીજા) મહારાજ થયા. તેઓશ્રીએ જામશ્રી જલાખાજીને વૈષ્ણવી દીક્ષા આપી હતી. તે પછી (૧૧) શ્રી બાબુરાયજી (બીજા) મહારાજ થયા. તે મહારાજશ્રી જામશ્રી જશાજી (બીજા) ના સમકાલિન હતા. તેઓશ્રીએ જામશ્રી જશાજીને એક લડાઈ સમયે અદ્દભુત મદદ આપી હતી. જેના ચમત્કારે તે લડાઈમાં જામશ્રીએ જીત મેળવી હતી તેમ ઘણાં વૈષ્ણવો કહે છે, તેઓશ્રી પછી જામનગરની પવિત્ર વૈષ્ણવી ગાદિએ (૧૨) શ્રી વ્રજનાથજી મહારાજ બીરાજ્યા. જામશ્રી રણમલજી (બીજા) જ્યારે દ્વારકાની યાત્રાએ પધાર્યા ત્યારે મહારાજાશ્રીએ સાથે પધારી દ્વારિકામાં જામશ્રીને વિધિપૂર્વક ગોમતિના અને દ્વારિકાનાથના દર્શન વિગેરે કરાવી સંપૂર્ણ યાત્રા કરાવી હતી, મહારાજશ્રી વ્રજનાથજી સાહિત્ય અને સંગીતના અદ્વિતીય શોખીન હતા. દૂર દેશાવરથી કવિઓ, પંડીત, ગવૈયાઓ. આદિ અનેક સાક્ષરે મહારાજશ્રીના દર્શને આવતા. મહારાજશ્રીની ઉદારતા, અને ધર્મ આદિ સદગુણોથી અન્ય વૈષ્ણવાચાર્યોની ગાદિથી જામનગરની વૈષ્ણવી ગાદિ એ વખતે જગપ્રસિદ્ધ થઈ હતી. અને જામનગરના નામની સાથે મહારાજશ્રીનું નામ પણ જગજાહેર હતું. તેઓશ્રી ગૌલેકવાસી થયા પછી અમુક સમય વહુજી મહારાજશ્રીએ એ ધર્મ ધુરા સાચવી હતી.
- સાંભળવામાં છે કે એક મોચી વેષ્ણવ ભકત હતા. તેની કેટલાએક લેકે ઈર્ષા કરવા લાગ્યા. છેવટે જામશ્રી આગળ તે ભકતને રજુ કરી, ઘોતીયું ચારેય છેડા ભેંસી પહેરવાની મના કરાવી વૈષ્ણવોના ધર્મમાં ચારેય છેડા બેસી. તયું પહેરવાની આજ્ઞા હેવાથી તે મેચી ભક્ત મુંઝાયા. છેવટે તેના હાથમાં જળ તે લેટે દુધનો ભરાઇ જાય ભકત સાચો, અને ધોતી પહેરવા છુટ ” તેમ કર્યું. તે ઉપરથી તેણે ઈશ્વર પ્રાર્થના કરતાં તેમ બન્યું, એ જેમાં જામશ્રી ખુશી થયા. અને વચન માગવા કહ્યું તેથી તે મેચી ભકતે શ્રી મહાપ્રભુજી બરાજયા હતા તે જમીનની માગણી કરી, તે જામશ્રી તરફથી મળતાં તે સ્થળે બેઠક બનાવવામાં આવી.
* પ્રથમખંડમાં જામશ્રી લાખાજીના ઇતિહાસમાં જે ફેટો મેલવામાં આવ્યું છે. તેમાં જમશ્રી સન્મુખ ગો. સ્વામીશ્રી વિઠ્ઠલનાથજી મહારાજ બીરાજે છે,