SearchBrowseAboutContactDonate
Page Preview
Page 786
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૪થું] જામનગરનું જવાહર. આદિક પાંચ હજાર ઓશવાલેએ પણ જામનગરમાંજ નિવાસ કર્યો. ત્યારબાદ તે બન્ને ભાઈઓએ વિક્રમ સંવત ૧૬૬૮ના શ્રાવણ સુદિ પાંચમને દિવસે ત્યાં જામનગરમાં એક વિશાલ જૈનમંદિર બાંધવાનો પાયો નાખ્યો. અને તે બાંધવામાં સલાટ આદિક છસો કારિગરે કામે લાગ્યા. એ રીતે તે જેનમંદિરના વિશાળ શિખરવાળો ભાગ વિ. સં. ૧૬૭૬ વૈશાખ સુદિ ત્રીજ બુધવારે સંપૂર્ણ થવાથી તેની પ્રતિષ્ઠા અંચલગચ્છાધીશ શ્રી કલ્યાણસાગરસુરિજીની દેખરેખ નીચે થઈ. અને તેને ફરતી બાવન દેરીઓ તથા ચામખો સંવત ૧૬૦૮ વૈશાખ સુદ પાંચમે તૈયાર થવાથી તેમાં પણ પ્રતિમાઓની પ્રતિષ્ઠા થઈ. એ રીતે તે વખતે તે જૈનમંદિર બંધાવવા પાછળ તેમણે સાત લાખ કરીને ખર્ચ કર્યો. (હાલના સમયમાં ત્રીસ લાખ રૂપિયા ખરચતાં પણ તેવું મંદિર બાંધી શકાય નહિં) વળી આ બન્ને ભાઈઓએ શત્રુંજ્ય તીર્થપર પણ બે વિશાળ શિખરબંધ જૈનમંદિરે લાખો કરી ખરચી બંધાવેલાં છે, તેમજ ગિરનાર આદિક પાંચે તીર્થની યાત્રા કરી ત્યાંના જીર્ણોદ્ધાર આદિકમાં લાખો ગમે દ્રવ્ય ખરચ્યું છે. છેવટે તેઓ બન્ને ભાઈઓ કંઈ કારણથી જામનગરમાંથી ચાલ્યા ગયા, અને પાછી કચ્છદેશના ભદ્રાવતી બંદરમાં જઈ વસ્યા, અને ત્યાંના મહારાજા રાવ ભારમલજીએ તેમને ઘણું સન્માન આપ્યું. એવી રીતે કેટલાક સમય વીત્યા બાદ વિક્રમ સંવત ૧૬૮૮ના કાર્તક સુદ પુનમને દિવસે આ ભાગ્યશાલી વર્ધમાનશાહ ભદ્રાવતીમાં સ્વર્ગવાસ પામ્યા. ત્યાં તેમના અગ્નિસંસ્કારની જગોએ સમુદ્રકિનારે તેમના લધુબંધુ પવસિંહ શાહે ત્રણ લાખ કેરી ખરચી ઉચી કારિગિવાળી એક વિશાળ વાવ બંધાવી, જે હજુ પણ સ્થિતિમાં ત્યાં વિદ્યમાન છે. તેમના કારજ વખતે બાર લાખ કોરી ખચી સમસ્ત કચ્છદેશ, તથા સમસ્ત હાલાર દેશના લોકોને મિષ્ટાન્ન ભોજન આપવામાં આવ્યું હતું. આ બન્ને ભાઈઓ સંબધિ સવિસ્તર ઇતિહાસ અંચલગચ્છાધીશ શ્રી અમરસાગર સુરિજીએ વિક્રમ સંવત ૧૬૯૧ના શ્રાવણ સુદિ સાતમે રચેલા સંસ્કૃત કાવ્યબદ્ધ “શ્રી વર્ધમાન પદ્મમસિંહ ચરિત્ર” માં આપેલ છે. તેમાંથી ઘણેજ ટુંક સાર લઈ આ વૃત્તાંત અહીં લખવામાં આવ્યું છે. (૨) રાયસીશાહનું જૈન દેરાસર. (ચેરીવાળું દેરાસર) આ વિશાળ જૈન દેરાસર જુદે જુદે સમયે જૂદા જૂદા ત્રણ જૈન ગૃહસ્થાએ બંધાવેલાં રણ દેરાસરો મળી એક દેરાસર થયું છે. વિક્રમ સંવત ૧૬૨૦ની લગભગમાં કચ્છ દેશમાં સુથરી પાસે આવેલા આરીખાણું ગામમાં ઓશવાલ જ્ઞાતિના નાગડગોત્રી તેજસી શાહ નામના એક ગૃહસ્થ વસતા હતા. તે વ્યાપાર કરવા માટે જામનગરમાં આવી વસ્યા અને ત્યાં તેમણે અંચલગચ્છાધીશ શ્રી ધર્મમૂર્તિ સૂરિજીના ઉપદેશથી શ્રી શાંતિનાથજીનું એક શિખરબંધ જૈન દેરાસર બંધાવ્યું. ત્યાર પછી વિક્રમ સંવત ૧૬૪૬ની લગભગમાં મુગલ લશ્કરે જામનગર પર ચડાઈ કરી શહેર લુંટયું તે વખતે આ તેજશીશાહના જૈન દેરાસરને પણ કેટલુંક નુકશાન થયું. ત્યાર પછી સંવત ૧૬૪૮માં તેજસીશાહે ફરીને તે દેરાસરનો જીર્ણોદ્ધાર કર્યો ત્યાર પછી તેમના પુત્ર રાયસીસાહે વિક્રમ સંવત ૧૬૭૫માં પોતાના પિતાએ કરાવેલા તે જિનમંદીરની આસપાસ ફરતી દેરીઓ બંધાવી. અને તે મંદિરના પાછળના ભાગમાં મનહર શિખરવાળી મુખ બંધાવી તે જિનમંદિરની શેભામાં વધારો કર્યો. અને તેમાં સંવત ૧૬૭૫ના વૈશાખ સુદ ૮ રવીવારે શ્રી કલ્યાણસાગર
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy