SearchBrowseAboutContactDonate
Page Preview
Page 749
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીયદુવ’શપ્રકાશ, [તૃતીય ખડ જગડુશાહુ—કચ્છના પ્રસિદ્ધ અને ધનાઢય વેપારી જગડુશાહના વહાણા સમુદ્રમાં દેવીની દૃષ્ટિએ આવતાં ગારદ થયાં. તેથી જગડુશાહે મ પ્રજાને એ મહાન દુ:ખમાંથી મુક્ત કરવા. કોયલા ડુંગરપર આવી છ માસ કઠીન તપ આદર્યુ. તેથી માતાજી પ્રસન્ન થતાં, વહાણુ ગારદ ન થાય' તેવા વર માગ્યા, માતાજીએ કહ્યું કે ડુંગરના પાછળના ભાગમાં જો મારી સ્થાપના કરવામાં આવે તેા વહાણુ ગારદ થશે નહિ. તેમ કહી ડુંગરથી નીચે ઉતરતાં દરેક ડગલે અને પગલે અકક્રેક બલીદાન માગ્યું. જગડુશાહે તે કબુલી, કાયલાડુંગરની પાછળ પુર્વમાં ડુંગરના પાંસેડમાં દેવાલય ચણાવી, કેટલાએક પાડા, બકરા, ખળીદાન માટે મંગાવી રાખી માતાજીને નીચે ઉતરવા વિનંતી કરી. તેથી ડગલે ડગલે અનેક જીવાનું ખલીદાન લેતાં, જગડુશાહની કસેાટી કરવા માતાજીએ દેવાલય ચાર કદમ દૂર રહેતાં લાવેલા સર્વાં જીવાને ભક્ષ લઈ લીધેા, અને ત્યાં અટકતા ક્ષીપ્રા કિનારે રહ્યાં તેમ અહિંજ રહેશે તેવું માની જડુશાહે પેાતાના પુત્રના ભાગ આપ્યો, પછી પોતાની એ સ્ત્રીઓના ભાગ આપ્યા. અને છેલ્લે પગથીએ પોતે કટારવતી પેાતાને ભાગ આપતાં, માતાજી દેવાલયમાં આવી ખેઠાં. અને જગડુશાહ વગેરે તમામ જાનવરાતે સજીવન કર્યાં. ત્યારથી વહાણા ગારદ થતાં મધ થયાં, તે પછી જગડુશાહે મીયાણી ગામની દશ સાંતીની જમીન વેચાતી લઇ માતાજીને અપ ણ કરી, પુજાનેગના દાખસ્ત કર્યાં હતા, પ્રાચીન–અર્વાચિન—દેવાલય-પ્રાચિન દેવાલય કૈાયલા ડુંગરપર ૩૦૦ પગથીયા ચડયાં પછી આવે છે તે ટેકરી પરથી પશ્ચિમ અરખી સમુદ્ર નજીક હાવાથી ઘણાં માલા સુધી નજર પહેાંચી શકે છે તેમજ આસપાસના ગામે વગેરેના રળીયામણા પ્રદેશ દેખાય છે. ડુંગરપર પ્રાચિન કિલ્લા છે. તેમાં ઉચા પડથાર ઉપર એકજ શિખરનું થાંભલાવાળા મટનું પ્રશ્ચિમ દ્વારનું પ્રાચિન દેવાલય છે. તેની બાંધણી અને પુતળાં વગેરેનું કાતરકામ જોતાં તે પુ કાળના શાકતમત્તના દેવાલયાને મળતું છે, શિખરના ભાગ ઉપરથી (ધજા અને કળશની જગ્યા વાળા) તુટેલા છે. અને અંદર સિંહાસન ઉપર ગેાખલામાં ત્રીશળ અને ફળાં છે. સામે એક ગેાળ ખાડા છે, જેને કડામાં તેલ ઉકાળવાની ચૂલ હેાવાનું લેાકા કહે છે, પરંતુ તે સત્રળું જાતાં તે દેરૂં મુસલમાન લેાકેાએ તેાડી નીચેની માયા (દ્રવ્ય) લ ગયા હાય તેવું દેખાય છે. ક્રાંષ્ટ મંદીરની અંદર માણસ તળાય તેવડી મેાટી કડા તેલ અને અરતણુ વગેરે દરરાજ લાવી રાખવું એ અસંભવિત છે. ડુંગરના રંગ કાયલાને મળતા છે. તેથી કાયલા પણ ત્યાંથી નીકળે તેવું .જોનારને જાય છે. થોડે દૂર સામી ટેકરી પર એક પીરની * જગડુશાહ કયારે થયા તે વિષે । મત છે. કા. સર્વાં, સં. કર્તા પાને ૧૪૬મે દુષ્કાળ વીષેની હકીકતમાં લખે છે કે ઇ. સ. ૧૫૫૯માં દુષ્કાળ પડયાની પહેલી નોંધ માત્ર નવાનગરના દરબારી દફ્તરમાં છે. (વિ. સં. ૧૬૧૫) જગડુશાહ નામના વણીક શેઠે દાણાના કાઠારા ભરી રાખી એ દુષ્કાળમાં ગરીબલે કાને બહાળે હાયે અનાજ આપ્યું હતું. તેથી તે દુષ્કાળ જગડુશાહના નામે ઓળખાય છે. આજી નદીના પૂર્વ કીનારા (રાજ્કાટમાં)ની જગ્યાને જગડુશાહના કાઠા કરી આળખાવે છે ત્યારે કચ્છના ઇતિહાસકાર જગડુશાહ વિ. સં. ૧૩૧૫માં
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy